________________
૭૨
જૈન કાવ્યસાહિત્ય
નથી. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે વિ.સં. ૧૧૯૦માં રચાયેલી “આખ્યાનકમણિકોશ'ની વૃત્તિના કર્તા આગ્રદેવ અને આ ચરિતના કર્તા એક જ છે, પરંતુ ઉક્ત વૃત્તિમાં અમ્મ અને આગ્રદેવના એક હોવા અંગેનો કોઈ જ આધાર મળતો નથી.'
આ ગ્રંથની અનુમાનતઃ ૧૬મી શતાબ્દીની હસ્તલિખિત પ્રતિ ખંભાતના વિજયનેમિસૂરીશ્વરશાસ્ત્રસંગ્રહમાં ઉપલબ્ધ છે.
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત – આ મહાચરિતમાં જૈનોનાં કથાનક, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, સિદ્ધાન્ત અને તત્ત્વજ્ઞાનનો સંગ્રહ છે. આ આખો ગ્રંથ ૧૦ પર્વોમાં વિભક્ત છે. પ્રત્યેક પર્વ અનેક સર્ગોમાં વિભક્ત છે. આ ગ્રંથનું પરિમાણ ૩૬૦૦૦ શ્લોકપ્રમાણ છે. મહાસાગર સમાન વિશાલ આ ગ્રંથની રચના હેમચન્દ્રાચાર્યે પોતાની ઉત્તરાવસ્થામાં કરી હતી. તેમની સુધાવર્ષિણી વાણીનું ગૌરવ અને માધુર્ય આ કાવ્યમાં સ્વયં અનુભવી શકાય છે. સમકાલીન સામાજિક, ધાર્મિક અને દાર્શનિક પ્રણાલિઓનું પ્રતિબિંબ આ વિશાલ ગ્રંથમાં અનેક સ્થળે જોઈ શકાય છે. આ રીતે આમાં ગુજરાતનો તે સમયનો સમાજ અને તેનું માનસ સારી રીતે પ્રતિબિંબિત થયાં છે. આ દૃષ્ટિએ આ રચનાનું મહત્ત્વ હેમચન્દ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ છે. તેમના “જ્યાશ્રય'માં જેટલું વૈવિધ્ય દેખાય છે તેનાથી અધિક આ ગ્રંથમાં દેખાય છે.
ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિતો ૧૦ પર્વોમાં આ રીતે સમાવિષ્ટ છે : ૧લા પર્વમાં આદીશ્વર પ્રભુ અને ભરતચક્રી. રજા પર્વમાં અજિતનાથ તથા સગરચક્રી.
૩જા પર્વમાં સંભવનાથથી શરૂ કરી શીતલનાથ સુધીના આઠ તીર્થકરોનાં ચરિતો.
૧. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસીથી પ્રકાશિત “આખ્યાનકમણિકોશ'ની ભૂમિકા, પૃ.
૪૨ ૨. જૈન આત્માનન્દસભા, ભાવનગર, ૧૯૦૬-૧૩ ૩. જિનમંડને ‘કુમારપાલચરિત'માં આને ૩૬૦૦૦ શ્લોકપ્રમાણ કહ્યું છે, મુનિ પુણ્યવિજય
૩૨૦૦૦ શ્લોકપ્રમાણ દર્શાવે છે, પ્રો. યાકોબી ૩૭૦૦૦ શ્લોકપ્રમાણ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org