SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ ગ્રંથકારે ત્રિષષ્ટિશલાકાપુરુષચરતની અપેક્ષાએ ઉક્ત તીર્થંકરો ઉપર લખાયેલી સ્વતંત્ર રચનાઓનો વિશેષ ઉપયોગ કર્યો છે, તેથી તેમાં અનેક પ્રસંગો નવા આવી ગયા છે જે ત્રિષષ્ટિશલાકાપુરુષચરતમાં નથી. આ કૃતિ નાની હોવા છતાં તેમાં અનેક વાતોનો સંગ્રહ થયો છે. તીર્થંકરચરિત, રામાયણ, મહાભારત, ચક્રવર્તિચરિત્ર, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને તેમના અનેક કથાપ્રસંગો અને ઐતિહાસિક પ્રસંગો તેમાં ભરપૂર છે. જૈન કાવ્યસાહિત્ય એક તો - આ કૃતિના નામની પાછળ બે વાતોનું અનુમાન કરી શકાય છે એ કે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતને સામે રાખીને આ કૃતિ રચાઈ હોય યા તો ઉક્ત કૃતિમાં જે અનેક પ્રસંગ નથી તેમનો સમાવેશ કરવા છતાં પણ આકારની દૃષ્ટિએ લઘુત્રિષષ્ટિશલાકાપુરુષચરત નામ રાખવામાં આવ્યું હોય. આ કૃતિ સંક્ષેપમાં રુચિ ધરાવનારાઓ માટે બહુ ઉપકારક છે. તેનો ગ્રન્થાગ્ર પ૦૦૦ શ્લોકપ્રમાણ છે. કર્તા અને રચનાકાળ તેના કર્તા મેઘવિજય ઉપાધ્યાય છે. તેમના ગૃહસ્થ જીવનનો ઈતિહાસ તો ક્યાંયથી જાણવા મળતો નથી પરંતુ તેમના અનેક ગ્રંથોમાં જે પ્રશસ્તિઓ છે તેમાં તેમણે પોતાનાં નામનો, પોતાના ગુરુ કૃપાવિજયનો અને ઉપાધ્યાય વિજયપ્રભસૂરિના નામનો ઉલ્લેખ કર્યો છે. તે પ્રસિદ્ધ સમ્રાટ અકબરના કલ્યાણમિત્ર તપાગચ્છીય હીરવિજયસૂરિજીની પરંપરામાં થયા છે. તેમના ગ્રંથોમાં જે પ્રશસ્તિઓ છે તેમાં કેટલીકનો રચનાકાળ આપવામાં આવ્યો છે, જે વિ.સં. ૧૭૦૯થી ૧૭૬૦ સુધીનો છે. પ્રસ્તુત રચનાનો સમય જણાવ્યો નથી. આમ તેમણે ૫૦ વર્ષ સુધી સતત સાહિત્યસેવા કરી હતી. જો ૨૦-૨૫ની ઉંમરથી સાહિત્યરચનાનો પ્રારંભ કર્યો હોય તો તેમનું આયુ ૮૦ વર્ષનું અનુમાની શકાય. - Jain Education International તેમણે અનેક કાવ્યગ્રંથ રચ્યા છે. તેમણે કિરાતાર્જુનીય, શિશુપાલવધ, નૈષધીય, મેઘદૂતનો સારો અભ્યાસ કર્યો હતો. તેમણે નૈષધીયની સમસ્યાપૂર્તિ ઉપર શાન્તિનાથચરિત્ર', ‘શિશુપાલવધ'ની સમસ્યાપૂર્તિ ઉપર ‘દેવાનન્દમહાકાવ્ય’, ‘કિરાતસમસ્યાપૂર્તિ’ તથા ‘મેધદૂતસમસ્યાલેખ’ આમ પાંચ સમસ્યાપૂર્તિકાવ્યોનું સર્જન કર્યું છે. વળી, તેમણે સમસંધાનમહાકાવ્ય, દિગ્વિજયમહાકાવ્ય, લધુત્રિષષ્ટિશલાકાપુરુષચરિત, ભવિષ્યદત્તકથા, પંચાખ્યાન, વિજયદેવમાહાત્મ્યવિવરણ, યુક્તિપ્રબોધનાટક (ન્યાયગ્રંથ), ધર્મમંજૂષા, ચન્દ્રપ્રભા (હેમકૌમુદી), હૈમશબ્દચન્દ્રિકા, હૈમશબ્દપ્રક્રિયા, વર્ષપ્રબોધ (જ્યોતિષગ્રંથ), રમલશાસ્ત્ર, હસ્તસંજીવન, ઉદયદીપિકા, પ્રશ્નસુન્દરી, વીસાયાવિધિ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy