SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ શિલાલેખ આદિ દ્વારા દામનન્દિ નામના કેટલાય આચાર્યો થયા હોવાનું જણાય છે. બધાનો સમય ૧૧મીથી ૧૩મી શતાબ્દી વચ્ચે છે. કર્ણાટક પ્રદેશના ચિક્કહનસોગે તાલુકામાં પ્રાપ્ત અનેક શિલાલેખોમાં દામનન્દિનો ઉલ્લેખ મળે છે. તે શિલાલેખોમાંથી જાણવા મળે છે કે દામનન્દ્રિ ભટ્ટારકનો તથા તેમની શિષ્યપરંપરાનો હનસોગે (પનસોગે)ના ચંગાલ્વ તીર્થની સમસ્ત વસદિઓ (જિનાલયો)માં તથા આજુબાજુની વસદિઓમાં પૂર્ણ એકાધિકાર હતો. હનસોગેમાં ચાર પ્રસિદ્ધ વસદિઓ હતી આદીશ્વર, શાન્તીશ્વર, નેમીશ્વર અને જિનવદિ. અંતિમ જિનવસદિમાં ત્રણ સ્વતન્ત્ર ખંડ હતા, તે ત્રણમાં ક્રમશઃ ચન્દ્રપ્રભ, પાર્શ્વનાથ અને વર્ધમાન પ્રતિમાઓ મૂળ નાયકના સ્થાને પ્રતિષ્ઠિત હતી. અનુમાન કરવામાં આવે છે કે આ દામનન્દ્રિ ભટ્ટારક જ ઉક્ત ચતુર્વિશતિતીર્થંકરપુરાણના કર્તા હતા અને સ્થાનીય મહત્ત્વની દૃષ્ટિએ આ મહાપુરાણમાંથી ઉપર્યુક્ત છ તીર્થંકરોનાં ચરિત્રો સંકલિત કરીને એક પૃથક્ ગ્રંથના રૂપમાં તેમણે કે તેમના શિષ્યોએ પ્રસિદ્ધ કરી દીધા. સંભવતઃ આ જ પેલો કહેવાતો પુરાણસારસંગ્રહ છે. શાન્તિનાથચરિત્રના અપેક્ષાકૃત અધિક વિસ્તારને અને સર્ગાન્ત પુષ્પિકાઓને તથા તેના અંતિમ સર્ગના અંતિમ પદ્યને જોવાથી એવું લાગે છે કે ગ્રંથકર્તાનો સ્થાયી નિવાસ હમસોગે (પનસોગે)ની શાન્તીશ્વર વદિ જ હતો. ત્યાં જ તેમણે ગ્રંથરચના કરી. ભગવાન શાન્તિનાથના તે વિશેષ ભક્ત જણાય છે. આ દામનન્દનો સમય ૧૧મી શતાબ્દીના મધ્યમાં લગભગ પડેલો છે. જૈન કાવ્યસાહિત્ય ડૉ. જયોતિપ્રસાદના મતે આ દામન્દિ એક બીજા દામન્દિ અર્થાત્ રવિચન્દ્રના શિષ્ય પણ હોઈ શકે, જેમનો સમય લગભગ ઈ.સ. ૧૦૨૫ છે. તે ચતુર્વિંશતિપુરાણ, જિનશતક (શ્લોક સં. ૪૦૦૦) નામક સ્તુતિસ્તોત્રસંગ્રહ, નાગકુમારચરિત્ર, ધન્યકુમારચરિત્ર તથા દાનસાર (શ્લોક સં. ૩000) પાંચ ગ્રન્થોના કર્તા છે. ડૉ. જૈને અનુમાન કર્યું છે કે આ જ દામનન્દ્રિ એક મહાવાદી વિષ્ણુભટ્ટને પરાજિત કરનાર હતા તથા આયજ્ઞાનતિલકના કર્તા ભટ્ટ વોસિરના ગુરુ હતા તથા પોતાના સમયના પ્રભાવક આચાર્ય હતા. આ પુરાણસાર નામવાળી કેટલીક અન્ય રચનાઓ મળે છે જેમાં ભ. સકલકીર્તિકૃત ગઘાત્મક છે અને બીજી અજ્ઞાતકર્તૃક છે. ૧. જૈ. શિ. લે. સં., ભાગ ૨, નં. ૨૨૩, ૨૩૯, ૨૪૧ ૨. જૈન સન્દેશ, શોધાંક ૨૨, ભા. દિ. જૈન. સં. મથુરા, ઑક્ટોબર, ૧૯૬૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૧૬, ૨૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy