________________
પૌરાણિક મહાકાવ્ય
૬૩
આ ગ્રંથોના અંતે પ્રશસ્તિ આપવામાં આવી છે. તેના ઉપરથી જાણ થાય છે કે આ બધા ગ્રંથો પ્રસિદ્ધ પરમાર નરેશ ભાજદેવના સમયમાં તેમણે ધારાનગરીમાં રહી લખ્યા હતા. ( પુરાણસારસંગ્રહ – પ્રસ્તુત ગ્રંથમાં આદિનાથ, ચંદ્રપ્રભ, શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં છે. આદિનાથ ચરિત્રે ૫, ચન્દ્રપ્રભચરિત્રે ૧, શાન્તિનાથચરિત્ર ૬, નેમિનાથ ચરિત્રે ૫, પાર્શ્વનાથચરિત્રે ૫ અને મહાવીરચરિત્રે ૫ સર્ગો રોક્યા છે. આમ આ કૃતિમાં કુલ ૨૭ સર્ગ છે. આમાંથી કેવળ ૧૦ સર્ગોના અંતે પુષ્યિકામાં ગ્રંથનું નામ પુરાણસારસંગ્રહ આપ્યું છે, ૧૨ સર્ગોની પુષ્યિકામાં પુરાણસંગ્રહ, બે સર્ગમાં મહાપુરાણ-પુરાણસંગ્રહે, એક સર્ગમાં મહાપુરાણસંગ્રહ અને એક સર્ગમાં કેવળ મહાપુરાણ અને ત્રણમાં કેવળ અર્થાખ્યાનસંગ્રહ આપવામાં આવેલ છે.
તેના કર્તા દામનદિની અનેક કૃતિઓમાં ચતુર્વિશતિતીર્થંકરપુરાણ નામની એક કૃતિ શ્રવણબેલગોલાના ભટ્ટારકના અંગત ભંડારમાં છે. લુઈ રાઈસે પોતાની મૈસૂર અને દુર્ગની હસ્તલિખિત ગ્રંથસૂચીમાં પ્રસ્તુત રચના અને ઉક્ત પુરાણ બંને રચનાઓ એક જ છે એવું સૂચવ્યું છે. પ્રસ્તુત ગ્રંથની ઉક્ત પુષ્મિકાઓ ઉપરથી જણાય છે કે લેખકે જુદા જુદા સમયોમાં ધીમે ધીમે ચોવીસ તીર્થંકરોના ચરિત્રો રચ્યાં હતાં. તેમની રચનાના સમયે પૂરા ગ્રંથનું કોઈ એક નામ નક્કી કર્યું ન હતું, તેથી કોઈ સર્ગના અંતે કોઈ નામ આપ્યું છે અને કોઈ સર્ગના અંતે કોઈ, તેથી લાગે છે કે ગ્રંથ પૂર્ણ થતાં પૂરા ગ્રંથનું નામ ચતુર્વિશતિતીર્થંકરપુરાણ કે મહાપુરાણ પ્રસિદ્ધ થયું હશે અને સર્માન્ત પુષ્મિકાઓના આધારે તે અર્થાખ્યાનસંગ્રહ, અર્થાખ્યાનસંયુત, પુરાણસારસંગ્રહ, કે પુરાણસંગ્રહ પણ કહેવાતો રહ્યો. કોઈક કારણે ઉક્ત પૂરા ગ્રંથમાંથી ઉક્ત છ ચરિત્રો કાઢી કરવામાં આવેલું તેમનું પૃથફ સંકલન પણ પ્રચારમાં આવ્યું હશે અને તેની પ્રસિદ્ધિ “પુરાણસંગ્રહ' નામથી જ પ્રાયઃ થઈ હશે.
કર્તા અને રચનાકાલ – આ ગ્રંથના કર્તા દામનદિ આચાર્ય છે, એવું અનેક સર્ગોના અંતે આપવામાં આવેલી પુષ્પિકાઓ ઉપરથી જણાય છે. સાહિત્ય અને ૧. ભારતીય જ્ઞાનપીઠ, કાશીથી ૧૯૫૪માં બે ભાગોમાં પ્રકાશિત (સંપાદક અને અનુવાદક
ડૉ. ગુલાબચંદ્ર ચૌધરી). ૨. જિનરત્નકોશ, પૃ. ૨પર ૩. એજન, પૃ. ૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org