________________
જૈન કાવ્યસાહિત્ય
છે. પ્રથમ ભાગમાં ગ્રંથકર્તાએ પોતાની ગુરુપરંપરાનો ઉલ્લેખ કર્યો છે. તદનુસાર તે મૂલસંઘ સેનાન્વયમાં થયેલ વીરસેન મુનિના પ્રશિષ્ય અને જિનસેનના શિષ્ય હતા. ઉક્ત પ્રશસ્તિ દ્વારા જાણવા મળે છે કે અમોઘવર્ષ જિનસેનના મોટા ભક્ત હતા. આ પ્રશસ્તિમાં મહાપુરાણ અને ઉત્તરપુરાણનો આધાર કવિ પરમેશ્વરકૃત ‘ગદ્યકથાગ્રન્થ’૧ છે એમ કહ્યું છે. ગુણભદ્રે લખ્યું છે કે અતિવિસ્તારના ભયથી અને અતિશય હીન કાળના અનુરોધથી અવશિષ્ટ મહાપુરાણને આટલા સંક્ષિપ્ત રૂપમાં રચવામાં આવેલ છે.
૬૨
ગ્રંથકર્તાએ ક્યાંય પણ ગ્રન્થસમાપ્તિનો કાળ આપ્યો નથી. પ્રશસ્તિના બીજા ભાગમાં તેમના શિષ્ય લોકસેને લખ્યું છે કે જ્યારે રાષ્ટ્રકૂટ અકાલવર્ષનો સામન્ત લોકાદિત્ય બંકાપુર રાજધાનીથી સંપૂર્ણ વનવાસ દેશનું શાસન કરતો હતો ત્યારે શક સં. ૮૨૦ની શ્રાવણ વદ પાંચમના દિવસે આ પુરાણની ભવ્ય જનોએ પૂજા
કરી.
આજ સુધી વિદ્વાનોએ શક સં. ૮૨૦ને ગ્રન્થસમાપ્તિનો સંવત માન્યો હતો પણ તે ભૂલ હતી. સ્વ. પં. પ્રેમીનાં મતે ઉત્તરપુરાણની સમાપ્તિ જિનસેનના દિવંગત થવાના વર્ષ શક સં. ૭૬૫ પછી અન્નતિકાલ બાદ પાંચસાત વર્ષમાં અર્થાત્ ૭૭૦ કે ૭૭૨માં થઈ હોવી જોઈએ.
૨
ગુણભદ્રની અન્ય કૃતિઓમાં ૨૭૨ પઘોમાં રચાયેલો આત્માનુશાસન નામનો ગ્રન્થ મળે છે. આ ગ્રંથ વૈરાગ્યશતકની શૈલીમાં લખાયો છે.
કેટલાક વિદ્વાનો જિનદત્તચરિત્ર (૯ સર્ગ)ને પણ તેમની રચના ગણે છે. પરંતુ લાગે છે કે તે પશ્ચાત્કાલીન ભટ્ટારક ગુણભદ્રની રચના છે.
પુરાણસાર તેમાં ચોવીસ તીર્થંકરોનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. આ સંક્ષિપ્ત રચનાઓમાં પ્રાચીન રચના છે.
BUTOR
કર્તા અને રચનાકાલ તેના કર્તા લાટ વાગડસંઘ અને બલાત્કાર ગણના આચાર્ય શ્રીનન્દિના શિષ્ય મુનિ શ્રીચન્દ્ર છે. તેમણે આ ગ્રંથની રચના વિ.સં. ૧૦૮૦માં પૂરી કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં મહાકવિ પુષ્પદન્તના મહાપુરાણ ઉપરનું ટિપ્પણ તથા શિવકોટિની મૂલારાધના ઉપરનું ટિપ્પણ છે.
Jain Education International
--
૧. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૧૪૧-૧૪૨
૨. એજન, પૃ. ૫૬૫ ૩. એજન, પૃ. ૨૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org