________________
પૌરાણિક મહાકાવ્ય
૬૧
પર્વતનાં આખ્યાન, અભયકુમારનું ચરિત્ર તથા જીવન્ધરચરિત્ર અત્યંત મનોહર
ઉત્તરપુરાણનાં ૬૭ અને ૬૮મા પર્વોમાં જે રામકથા આપવામાં આવી છે તે પઉમચરિય (પ્રા.) અને પદ્મચરિત્ર (સં.)માં આલિખિત રામકથાથી અનેક બાબતોમાં ભિન્ન છે. આ પુરાણમાં રાજા દશરથ વારાણસીના રાજા હતા. રામની માતાનું નામ સુબાલા અને લક્ષ્મણની માતાનું નામ કૈકેયી હતું. સીતાને મંદોદરીના ગર્ભમાંથી જન્મતી બતાવવામાં આવી છે, તેને અનિષ્ટકારિણી જાણી રાવણે પેટીમાં મૂકી મિથિલામાં જમીનમાં દાટી દેવરાવી હતી અને ત્યાંથી તે જનકને મળી. દશરથ પાછળથી પોતાની રાજધાની અયોધ્યા લઈ ગયા હતા અને ત્યાંથી રામે દશરથનું નિમંત્રણ મળતાં સીતા સાથે વિવાહ કર્યો. રામના વનવાસનો કોઈ ઉલ્લેખ નથી. રામ સીતા સાથે પોતાના પૂર્વજોની ભૂમિના દર્શન કરવા બનારસ ગયા અને ત્યાંના ચિત્રકૂટ વનમાંથી રાવણે સીતાનું અપહરણ કર્યું. અહીં સીતાના આઠ પુત્રોનો ઉલ્લેખ છે પરંતુ લવ-કુશનો ઉલ્લેખ નથી. લક્ષ્મણનું મરણ એક અસાધ્ય રોગને કારણે થયું. રામે લક્ષ્મણના પુત્રને રાજા બનાવ્યો અને પોતાના પુત્રને યુવરાજ બનાવી પોતે દીક્ષા લીધી, વગેરે. આ કથા પાલિ “દશરથજાતક” તથા અદ્ભુત રામાયણ સાથે કંઈક સમાનતા રાખતી લાગે છે, પરંતુ તેની અન્ય વિશેષ વાતોના સ્રોતોની જાણકારી મેળવવી કઠિન છે.
આ જ રીતે ૭૧મા પર્વમાં બલરામ, શ્રીકૃષ્ણ, તેમની આઠ રાણીઓ તથા પ્રદ્યુમ્ન વગેરેના ભવાન્તર આલેખવામાં આવેલ છે. આમાં જિનસેન (દ્વિતીય)ના હરિવંશપુરાણમાં આપવામાં આવેલાં કેટલાંય સ્થાનોનાં નામો તથા કથાનક વગેરેમાં તફાવત જોવામાં આવે છે.
આ ઉત્તરપુરાણમાં ૪૮થી ૭૬ સુધી એમ કુલ ૨૯ પર્વો છે. અતિવિસ્તાર થઈ જવાના ભયથી, થોડામાં જ કથાઓ પૂરી કરી દેવાનું વિચારીને કવિએ પોતાના કવિત્વનું પ્રદર્શન નથી કર્યું અને કેવળ પોણા આઠ હજાર શ્લોકોમાં કથાભાગ પૂરો કર્યો છે. તો પણ વચ્ચે વચ્ચે કેટલાંય સુભાષિતો આવી ગયાં છે. આના પ્રતિપર્વની રચના અનુષ્ટ્રમ્ છંદમાં કરવામાં આવી છે અને સર્વાન્ત છન્દ બદલવામાં આવ્યો છે. આમાં કુલ ૧૬ પ્રકારના છંદોનો પ્રયોગ થયો છે. અનુછુભના પ્રમાણથી આનું ગ્રન્થપ્રમાણ ૭૭૭૮ શ્લોક છે.
કર્તા અને રચનાકાળ – ગ્રંથના અંતે ૪૩ પદ્યોની વિવિધ છંદોમાં રચાયેલી પ્રશસ્તિ છે, તેના બે ભાગ છે. પ્રથમ ભાગ ૧-૨૭ પદ્યોનો છે, તેના રચનાર ગુણભદ્ર છે. બીજા ભાગમાં બાકીનાં પડ્યો છે, તેના રચનાર ગુણભદ્રશિષ્ય લોકસેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org