________________
જૈન કાવ્યસાહિત્ય
આદિપુરાણની ઉત્થાનિકામાં જિનસેને પોતાના પૂર્વવર્તી સુપ્રસિદ્ધ કવિઓ અને વિદ્વાનોનું, તેમની વિશેષતા સાથે, સ્મરણ કર્યું છે – ૧. સિદ્ધસેન, ૨. સમન્તભદ્ર, ૩. શ્રી દત્ત, ૪. પ્રભાચન્દ્ર, પ. શિવકોટિ, ૬, જટાચાર્ય, ૭. કાણભિક્ષુ, ૮. દેવ (દેવનન્ડિ), ૯. ભટ્ટાકલંક, ૧૦. શ્રીપાલ, ૧૧. પાત્રકેસરી, ૧૨. વાદિસિંહ, ૧૩. વીરસેન, ૧૪. જયસેન, ૧૫. કવિ પરમેશ્વર.
આ ગ્રંથ ઉપરથી તેના રચનાકાળની ખબર પડતી નથી, છતાં અન્ય પ્રમાણો દ્વારા જાણવા મળે છે કે તે હરિવંશપુરાણકાર દ્વિતીય જિનસેનના ગ્રંથકર્તુત્વકાળમાં (શક સં. ૭૦૫ સન્ ૭૮૩) જીવિત હતા. તેમની ખ્યાતિ પાર્વાન્યુદયના સર્જક તરીકે ફેલાયેલી હતી. જિનસેને પોતાના ગુરુ વીરસેનની અધૂરી કૃતિ જયધવલાને શક સં. ૭પ૯ (સન્ ૮૩૭)માં સમાપ્ત કરી હતી. ત્યારપછી વૃદ્ધાવસ્થાકાળમાં જ આદિપુરાણની રચના શરૂ કરી હતી, પણ તેને પૂર્ણ કરતાં પહેલાં તે દિવંગત થઈ ગયા. સ્વ. પં. નાથુરામ પ્રેમીએ અનુમાન કર્યું છે કે તેમનું આયુષ્ય ૮૦ વર્ષ રહ્યું હશે અને તેઓ શક સં. ૬૮૫ (સન્ ૭૬૩)માં જન્મ્યા હશે. જિનસેન દ્વિતીયના કાળમાં (શક સં. ૭૨૫) તે ૨૦-૨૫ વર્ષ લગભગ રહ્યા હશે, જયધવલાની સમાપ્તિ વખતે ૭૪ વર્ષના અને પ્રસ્તુત પુરાણની લગભગ ૧૦ હજાર શ્લોકોની રચનાના સમયે ૮૦ કે તેનાથી થોડા વધુ વર્ષના હશે. તેમની ઉપર્યુક્ત ત્રણ રચનાઓ ઉપરાંત બીજી કોઈ કૃતિ મળતી નથી.
ઉત્તરપુરાણ – આ પુરાણ મહાપુરાણનો પૂરક ભાગ છે. તેમાં અજિતનાથથી શરૂ કરી ૨૩ તીર્થકર, સગરથી શરૂ કરી ૧૧ ચક્રવર્તી, ૯ બલદેવ, ૯ નારાયણ અને ૯ પ્રતિનારાયણ તથા તેમના કાળમાં થનારા જીવન્ધર આદિ વિશિષ્ટ પુરુષોનાં કથાનક આપવામાં આવ્યાં છે. અવાન્તર કથાનકોમાં કેટલાંક બહુ રોચક રીતે લખાયાં છે અને પશ્ચાદ્વર્તી અનેક કાવ્યોનાં ઉપાદાન બન્યાં છે. તેમાં આઠમા, સોળમા, બાવીસમા, તેવીસમા અને ચોવીસમા તીર્થંકરોને છોડીને બાકીના તીર્થકરોનાં ચરિત્રો અત્યંત સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે, પરંતુ વર્ણનશૈલીની મધુરતાને કારણે તે ચરિત્રો પણ રોચક બની ગયાં છે. અવાન્તર કથાઓમાં રાજા વસુ અને
૧. હરિવંશપુરાણ, ૧. ૪૦ ૨. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૧૪૧ ૩. સ્યાદ્વાદ ગ્રંથમાલા, ઈન્દોર, સં. ૧૯૭૩-૭૫, હિ. અ. ન. : ભારતીય જ્ઞાનપીઠ, કાશી,
૧૯૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org