________________
પૌરાણિક મહાકાવ્ય
પ૯
કવિ પરિચય અને રચનાકાલ – આ મહાપુરાણના કર્તા બે વ્યક્તિઓ છે – જિનસેન અને તેમના શિષ્ય ગુણભદ્ર. જિનસેનને આદરપૂર્વક ભગવર્જિનસેન પણ કહેવામાં આવે છે. મહાપુરાણના અંતે કોઈ પ્રશસ્તિ નથી પરંતુ ઉત્તરપુરાણના અંતે જે પ્રશસ્તિ છે તેમાંથી આ કવિના જીવનનો થોડો પરિચય મળે છે. તેમની બીજી કૃતિ જયધવલા ટીકાથી આપણે જાણીએ છીએ કે તે બાળપણમાં જ દીક્ષિત થઈ ગયા હતા, સરસ્વતીના મહાન આરાધક હતા તથા શરીરે દુબળી પાતળા અને દેખાવમાં ભવ્ય અને રમ્ય ન હતા. કુશાગ્ર બુદ્ધિ, જ્ઞાનારાધના અને તપશ્ચર્યાથી તેમનું વ્યક્તિત્વ મહનીય થઈ ગયું હતું. તેમણે બ્રાહ્મણ સ્મૃતિઓનું ઘણું અધ્યયન કર્યું હતું, તેથી યા તો સ્વયં બ્રાહ્મણ હોવાને કારણે મૃતિઓના પ્રભાવથી જૈનાચારને નવો વળાંક આપ્યો.
જિનસેન મૂલસંઘના પંચસ્તૂપાન્વયના આચાર્ય હતા. તેમના ગુરુનું નામ વીરસેન હતું અને દાદાગુરુનું નામ આર્યનક્ટિ હતું. વીરસેનના એક ગુરુભાઈ જયસેન હતા. જિનસેને પોતાના આદિપુરાણમાં તેમનું સ્મરણ કર્યું છે. જિનસેનના સધર્મી યા સતીર્થ દશરથ મુનિ હતા. જિનસેન અને દશરથના શિષ્ય ગુણભદ્ર થયા, આ ગુણભદ્ર મહાપુરાણના શેષાંશની અને ઉત્તરપુરાણની રચના કરી.'
પોતાના સાહિત્યિક જીવનમાં જિનસેનનો ત્રણ સ્થાનો સાથે સંબંધ હતો – ચિત્રકૂટ, બંકાપુર અને વાટગ્રામ. ચિત્રકૂટમાં એલાચાર્યનો નિવાસ હતો, જેમની પાસે તેમના ગુરુ વીરસેને સિદ્ધાન્તગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. ચિત્રકૂટ વર્તમાન ચિત્તોડ છે. વાટગ્રામમાં રહીને તેમના ગુરુએ ધવલા ટીકા લખી. વાટગ્રામ, વટપદ્ર નામોનું સામ્ય વિદ્વાનોએ વડોદરા સાથે સ્થાપ્યું છે. બંકાપુરમાં રહીને જિનસેન અને ગુણભદ્ર મહાપુરાણની રચના કરી હતી. તત્કાલીન રાષ્ટ્રકૂટ નરેશ અમોઘવર્ષ (ઈ.સ.૮૧૫-૮૭૭) જિનસેનનો મોટો ભક્ત હતો. તે વખતે અમોઘવર્ષનું રાજ્ય કેરલથી ગુજરાત, માળવા અને ચિત્રકૂટ સુધી વિસ્તરેલું હતું. જિનસેનનો સંબંધ ચિત્રકૂટ વગેરે સાથે હોવાથી તથા અમોઘવર્ષનું તે સમ્માન પામ્યા હોવાથી તેમનું જન્મસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટકના સીમાવર્તી પ્રદેશમાં હોવાનું અનુમાન કરી શકાય.
૧. ઉત્તરપુરાણ, પ્રશસ્તિ, પદ્ય ૧-૨૦. ૨. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ (પં. નાથુરામ પ્રેમી), પૃ. ૧૨૭-૧૫૪; મહાપુરાણ,
પ્રસ્તાવના, પૃ. ૩૧-૩૨ ૩. ઉત્તરપુરાણ પ્રશસ્તિ, પદ્ય ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org