________________
૫૮
જેન કાવ્યસાહિત્ય
રસયોજનાની દૃષ્ટિએ તેમાં શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર અને શાન્તરસનું મુખ્યપણે દર્શન થાય છે. મરુદેવી-નાભિરાય, શ્રીમતી-વજઅંધ, જયકુમારસુલોચના વગેરેના પ્રસંગમાં સંયોગશૃંગારનું સાંગોપાંગ ચિત્રણ કરવામાં આવ્યું છે. આ જ રીતે લલિતાંગ, શ્રીમતી-વજજંઘના પ્રસંગમાં વિયોગશૃંગારનું વર્ણન કરવામાં આવ્યું છે. શાન્તરસ તો આ પુરાણનો પ્રધાન રસ છે. ભરત-બાહુબલિ અને જયકુમાર અને અર્જકીર્તિના પ્રસંગમાં વીરરસનું પણ પ્રતિપાદન થયું છે.
આ કાવ્યમાં ભાવ અને ભાષાને સજાવવા માટે અલકારોની યાજના બહુ ચાતુરીથી કરવામાં આવી છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉગ્રંક્ષા, રૂપક, પરિસંખ્યા, અર્થાન્તરન્યાસ, કાલિંગ, વ્યતિરેક વગેરેનો પ્રચુર પ્રયોગ થયો છે.
જ્યાંત્યાં કવિએ ચિત્રકાવ્ય તથા યમકાદિ શબ્દાલંકારોનો પ્રચુર પ્રયોગ કર્યો છે. ભાષા તો પ્રાંજલ છે જ, તેને વ્યાવહારિક બનાવવા માટે અનેક સુભાષિતોથી વિભૂષિત કરવામાં આવી છે. આ મહાકાવ્ય કલ્પનાપ્રકર્ષ, ચિત્રણપ્રાચુર્ય, પદ્યરચનાની ધારાવાહિકતા, શૈલીની પ્રાસાદિકતા, આદિ ગુણોને કારણે અનેક વિદ્વાનોની પ્રશંસાને પામ્યું છે.
આદિપુરાણની રચના અધિકાંશતઃ અનુષ્ટ્રમ્ છંદમાં થઈ છે, પરંતુ પર્વોત્તે અનેક છંદોનો પ્રયોગ થયો છે. કેટલાંય પર્વોમાં વિવિધ છંદોનો પ્રયોગ હૃદયંગમ છે. આ દૃષ્ટિએ ૨૮મા પર્વનું વિશેષ મહત્ત્વ છે. કવિનું છંદો ઉપર પૂર્ણ પ્રભુત્વ હતું. તેમણે ૬૭ વિભિન્ન છન્દોનો પ્રયોગ આ કાવ્યમાં કર્યો છે.'
આ કૃતિની પશ્ચાદ્વર્તી અનેક રચનાઓએ તેનું અનુકરણ કર્યું છે.
આ મહાપુરાણ ઉપર ભટ્ટારક લલિતકીર્તિએ રચેલું સંસ્કૃત ટિપ્પણ મળે છે; તે પ્રકાશમાં આવેલ છે. લલિતકીર્તિ સંભવતઃ ૧૮મી-૧૯મી સદીના ભટ્ટારક હતા.
૧. ઉત્તરપુરાણની પ્રસ્તાવના (ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી), પૃ. ૧૧-૧૩ ૨. ભારતીય જ્ઞાનપીઠ કાશીથી પ્રકાશિત સંસ્કરણમાં આ ટિપ્પણોનો ઉપયોગ કરવામાં આવ્યો
છે પરંતુ ખેદ છે કે સંપાદકે તેનો પરિચય નથી આપ્યો. આ ગ્રંથનો પં. દૌલતરામજી, ૫. લાલારામજી તથા પંપન્નાલાલજી સાહિત્યાચા હિંદી અનુવાદ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org