________________
પૌરાણિક મહાકાવ્ય
-
તે મહાપુરાણ કહેવાય છે. જે પુરાણનો અર્થ છે તે જ ધર્મ છે स च धर्मः પુરાળાર્થ: અર્થાત્ પુરાણમાં ધર્મકથાનું પ્રરૂપણ હોવું જોઈએ. મહાકાવ્યની વ્યાખ્યા કરતાં જિનસેન કહે છે કે જે પ્રાચીન કાળના ઈતિહાસ સાથે સંબંધ રાખતું હોય, જેમાં તીર્થંકર, ચક્રવર્તી વગેરે મહાપુરુષોનું ચરિત્રચિત્રણ હોય તથા જે ધર્મ, અર્થ અને કામનાં ફળોને દર્શાવતું હોય તેને મહાકાવ્ય કહે છે. આ રીતે પરિમાર્જિત પરિભાષા દ્વારા પુરાણ અને મહાકાવ્ય વચ્ચે સમન્વય સ્થાપવામાં આવ્યો છે.
આદિપુરાણના વિસ્તૃત માળખામાં આપણે પુરાણ, મહાકાવ્ય, ધર્મકથા, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, આચારશાસ્ત્ર અને યુગની આદિવ્યવસ્થાનું સૂચન કરનાર એક બૃહત્ ઈતિહાસનું દર્શન કરીએ છીએ. આ આદિપુરાણ દિગંબર જૈનોનો એક વિશ્વકોશ છે તથા એક પ્રકારે તેમાં બધું જ છે જે તેમણે જાણવું જોઈએ. તેમાં અનેક પ્રકારનાં ભૌગોલિક નામ, બહુરંગી સમાજરચના, સાંસ્કૃતિક જીવનનાં ચિત્રો, નાના ગોષ્ઠિઓ, વિવિધ પ્રકારની કલાઓ, આર્થિક અને રાજનૈતિક સિદ્ધાન્ત, દાર્શનિક તથા ધાર્મિક વાતોની સવિસ્તર માહિતી મળે છે. આ પૌરાણિક મહાકાવ્યમાં જ સૌપ્રથમ ગર્ભાદિ સોળ સંસ્કારોનો ઉલ્લેખ આવે છે. સંભવતઃ બ્રાહ્મણ સંપ્રદાયના અનુકરણમાં તેમણે પોતાના મતના અનુયાયીઓ માટે તેમને વિકલ્પ રૂપે આપ્યા છે.
૫૭
સાહિત્યિક ગુણોની દષ્ટિએ તેના અનેક ખંડ સંસ્કૃત કાવ્યનાં સુંદર ઉદાહરણ છે. મહાકાવ્યના નાયકના રૂપે ઋષભદેવ ઉપરાંત ભરત, બાહુબલિ આદિ અનેક પાત્ર છે, તેમનામાંથી અનેક ચરિત્રોનો સારો વિકાસ થયો છે. પૂર્વભવોના નિમિત્તે અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે; તેમનાં કેટલાંય પાત્રોનાં ચરિત્રોનું સરસ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિચિત્રણ આ કાવ્યમાં પૃષ્ઠભૂમિના રૂપમાં પ્રચુર માત્રામાં કરવામાં આવ્યું છે. ક્યાંક લતાઓનું વર્ણન છે તો ક્યાંક સરિતાઓ અને પર્વતમાલાઓનું પઋતુવર્ણન, ચન્દ્રોદય, સૂર્યોદય, જલવિહાર વગેરે પ્રસંગોમાં પ્રકૃતિચિત્રણ બહુ સ્વાભાવિક થયું છે. સૌન્દર્યવર્ણનમાં કવિએ શાસ્ત્રીય પદ્ધતિ અપનાવી છે અને મરુદેવી તથા શ્રીમતી વગેરેનું નખશિખ સુંદર વર્ણન કર્યું છે.
૧. એજન, ૧. ૧૯
૨. એજન, ૯. ૧૧, ૧૨, ૧૭; ૨૬. ૧૪૮
૩. એજન, ૩
૪. એજન, ૬. ૬૯, ૭૦. ૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org