________________
૫૬
જૈન કાવ્યસાહિત્ય
માટે અસિ, મષિ, કૃષિ, વાણિજય, સેવા અને શિલ્પ એ છે આજીવિકાનું પ્રતિપાદન છે તથા ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ત્રણ વર્ગોની સ્થાપનાનું વર્ણન
સત્તરમા પર્વમાં વૈરાગ્ય, દીક્ષા, અઢારમામાં ૬ માસની તપસ્યા, ઓગણીસમામાં ધરણેન્દ્ર દ્વારા નિમિ-વિનમિના માટે વિજયાર્ધની નગરીઓનું પ્રદાન, વીસમામાં તપસ્યા પછી ઈશુરસના આહારનું ગ્રહણ વર્ણિત છે.
એકવીસમા પર્વમાં ધ્યાનનું અને બાવીસથી પચીસમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ, સમવસરણ, પૂજા-સ્તુતિ વગેરેનું વર્ણન છે.
છવ્વીસથી આડત્રીસ આ તેર પર્વોમાં ભરત ચક્રવર્તીને ચક્રરત્નની પ્રાપ્તિથી શરૂ કરી દિગ્વિજય, તથા નગરપ્રવેશ પહેલાં ભારત-બાહુબલિ યુદ્ધ, બાહુબલિનો વૈરાગ્ય તથા દીક્ષા, અને ભરત દ્વારા બ્રાહ્મણ વર્ણની સ્થાપનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઓગણચાલીસથી એકતાલીસ આ ત્રણ પર્વોમાં ભિન્ન ભિન્ન પ્રકારની ક્રિયાઓ અને સંસ્કારોનું વર્ણન છે. બેતાલીસથી છેતાલીસ આ પાંચ પર્વોમાં જયકુમાર અને સુલોચનાની રોચક કથા આપવામાં આવી છે, અને છેતાલીસના અંત ભાગમાં જયકુમારનો વૈરાગ્ય, દીક્ષા, ગણધરપદની પ્રાપ્તિ તથા ભરતની દીક્ષા અને કેવલજ્ઞાનપ્રાપ્તિ અને ઋષભદેવની કૈલાસ પર્વત ઉપર નિર્વાણપ્રાપ્તિની કથા આપવામાં આવી છે.
જિનસેને પોતાની કૃતિને “પુરાણ” અને “મહાકાવ્ય' બંને નામે ઓળખાવ્યું છે. વાસ્તવમાં તે ન તો બ્રાહ્મણોના વિષ્ણુપુરાણ વગેરે જેવું પુરાણ છે કે ન તો તે શિશુપાલવધ વગેરે સમાન મહાકાવ્ય છે. તે મહાકાવ્યનાં બાહ્ય લક્ષણોથી સમ્પન્ન એક પૌરાણિક મહાકાવ્ય છે. આચાર્યે પુરાણ અને મહાકાવ્ય બંનેની પરિભાષાને પરિમાર્જિત કરતાં લખ્યું છે – જેમાં ક્ષેત્ર, કાલ, તીર્થ, સપુરુષ અને તેમની ચેષ્ટાઓનું વર્ણન હોય તે પુરાણ છે. આ પ્રકારના પુરાણમાં લોક, દેશ, પુર, રાજ્ય, તીર્થ, દાનતપ, ગતિ અને કૂળ આ આઠ બાબતોનું વર્ણન હોવું જોઈએ.' પુરાણનો અર્થ છે “પુરાતનું પુરાણમ્' – અર્થાત્ પ્રાચીન હોવાથી પુરાણ કહેવાય છે. પુરાણના બે ભેદ છે – પુરાણ અને મહાપુરાણ. જેમાં એક મહાપુરુષના ચરિતનું વર્ણન હોય તે પુરાણ છે, અને જેમાં ત્રેસઠ શલાકાપુરુષોનાં ચરિતોનું વર્ણન હોય ૧. પર્વ ૧, ૨૧-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org