________________
પૌરાણિક મહાકાવ્ય
૬૫
મહાપુરાણ – તેનું બીજું નામ “ત્રિષષ્ટિમહાપુરાણ” કે “ત્રિષષ્ટિશલાકાપુરાણ' છે. તેનું પરિમાણ બે હજાર શ્લોકપ્રમાણ છે. તેમાં ત્રેસઠ શલાકા પુરુષોની સંક્ષિપ્ત કથા છે. રચના સુંદર અને પ્રસાદ ગુણથી યુક્ત છે.
કર્તા અને રચનાકાલ – આના કર્તા મુનિ મલ્લિષણ છે. મહાપુરાણમાં રચનાનો સમય શક સં. ૯૬૯ (વિ.સં.૧૧૦૪) જેઠ સુદ પાંચમ જણાવ્યો છે. તેથી મલ્લિષેણ વિક્રમની ૧૧મી સદીના અંત અને ૧૨મી સદીના પ્રારંભના વિદ્વાન છે. મલ્લિષણની ગુરુપરંપરા નીચે મુજબ છે : અજિતસેન (ગંગનરેશ રાયમલ્લ અને સેનાપતિ ચામુંડરાયના ગુરુ)ના શિષ્ય કનકસેન, કનકસેનના શિષ્ય જિનસેન અને જિનસેનના શિષ્ય મલ્લેિષણ. તે એક મોટા મઠપતિ હતા અને કવિ હોવાની સાથે સાથે મોટા મંત્રવાદી હતા. ધારવાડ જિલ્લાના મુલગુન્દમાં તેમનો મઠ હતો, ત્યાં જ તેમણે ઉક્ત મહાપુરાણની રચના કરી હતી. તેમની અન્ય કૃતિઓમાં નાગકુમારકાવ્ય, ભૈરવપદ્માવતીકલ્પ, સરસ્વતીમંત્રકલ્પ, જવાલિનીકલ્પ અને કામચાંડાલીકલ્પ મળે છે.
ત્રિષષ્ટિસ્મૃતિશાસ્ત્ર – આમાં ૬૩ શલાકા મહાપુરુષોનાં જીવનચરિતો અતિ સંક્ષિપ્ત રૂપમાં આલેખવામાં આવ્યાં છે. આ ભગવદ્ જિનસેન અને ગુણભદ્રના મહાપુરાણનો સાર છે. આ ગ્રંથ ખાંડિલ્યવંશી જાજાક નામક પંડિતની પ્રાર્થના અને પ્રેરણાથી નિત્ય સ્વાધ્યાય કરવા માટે રચવામાં આવ્યો છે. આને વાંચવાથી મહાપુરાણનો આખો કથા ભાગ સ્મૃતિપટ પર આવી જાય છે. ગ્રંથકારે ટિપ્પણી રૂપે તેના ઉપર સ્વોપજ્ઞ “પંજિકા' લખી છે. સંપૂર્ણ રચનાને ૨૪ અધ્યાયોમાં વિભક્ત કરવામાં આવી છે. આ ગ્રંથ ૪૮૦ શ્લોકપ્રમાણ છે. આખા ગ્રંથની રચના સુલલિત અનુષ્ટ્રમ્ છન્દમાં કરવામાં આવી છે. ' ગ્રંથકર્તા અને રચનાકાલ – આ ગ્રંથના કર્તા પ્રસિદ્ધ પં. આશાધર છે. તે વધેરવાલ જાતિના જૈન હતા અને પ્રસિદ્ધ ધારાનગરીની સમીપ આવેલા નલકચ્છપુર (નાલછા)ના નિવાસી હતા. તેમણે લગભગ ૧૯ ગ્રંથો રચ્યા છે, તેમાંથી કેટલાક ઉપલબ્ધ અને પ્રકાશિત છે અને કેટલાક આજ સુધી અનુપલબ્ધ છે. કાવ્યગ્રંથોમાં
૧. જિનરત્નકોશ, પૃ. ૧૬૩-૩૦૫; જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૧૪-૩૧૯ ૨. માણિજ્યચંદ્ર દિ. જૈ. ગ્રંથમાલા, મુંબઈ, ૧૯૩૭; જિનરત્નકોશ, પૃ. ૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org