________________
પ૪
જેન કાવ્યસાહિત્ય
પાંડવપુરાણ – આ જિનસેન, સકલકીર્તિ અને અન્ય ગ્રંથકર્તાઓની રચનાઓને આધારે રચાયેલી સરલ સંસ્કૃત પદ્યાત્મક કૃતિ છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા કાઠાસંઘીય નન્દીતટ ગચ્છના ભટ્ટારક શ્રીભૂષણ છે. તેમણે રચેલાં શાન્તિનાથપુરાણ, પાંડવપુરાણ અને હરિવંશપુરાણ ઉપલબ્ધ છે. બધા ગ્રંથોની પ્રશસ્તિઓમાં રચનાસંવત આપવામાં આવ્યો છે. પાંડવપુરાણનો રચનાસમય વિ.સં. ૧૬૫૭ પોષ સુદ ત્રીજ રવિવાર આપ્યો છે.' તેઓ ભટ્ટારક હતા અને સોજિત્રા (ગુજરાત)ની ગાદી પર બિરાજમાન હતા. પ્રશસ્તિમાં ગુરુપરંપરા પણ આપવામાં આવી છે. પ્રસ્તુત પુરાણની રચના સૌર્યપુર અર્થાત્ સૂરતમાં થઈ છે.
પાંડવચરિત્ર – આ કાવ્યગ્રંથ દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત્રનું સરળ સંસ્કૃતમાં રૂપાન્તર છે. તેમાં અહીં-તહીં દેવપ્રભની રચનામાંથી તથા બીજેથી કેટલાંક પદ્ય ઉદ્ધત કરવામાં આવ્યાં છે. તેમાં પણ ૧૮ સર્ગ છે.
ગ્રંથકાર અને રચનાકાળ – લેખકે ગ્રંથના અંતે એક ટૂંકી પ્રશસ્તિમાં પોતાના વંશ અને ગુરુ આદિનો પરિચય આપ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે તેના કર્તા દેવવિજયગણિ છે, તે તપાગચ્છના વિજયદાનસૂરિના શિષ્ય રામવિજયના શિષ્ય હતા. તેમણે અમદાવાદમાં રહી આ ગ્રંથ સં. ૧૯૬૦માં રચ્યો હતો. તેનું સંશોધન શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્ર કર્યું હતું.
હરિવંશપુરાણ – તેની રચનાનો આધાર જિનસેન, સકલકીર્તિ વગેરેએ રચેલાં હરિવંશપુરાણો છે.
તેને સોજિત્રાના ભટ્ટારક શ્રીભૂષણે સં. ૧૬૭૫ ચૈત્ર સુદી ૧૩ના દિને પૂર્ણ
કરેલ.
પાંડવચરિત્ર – શુભવર્ધનગણિકૃત આ ગ્રંથને હરિવંશપુરાણ પણ કહેવામાં આવે છે.
આ ગ્રંથ સત્યવિજય ગ્રંથમાળા અમદાવાદ તરફથી બાલાભાઈ મૂળચંદે પ્રકાશિત કરેલ છે.
૧. પરમાનંદ શાસ્ત્રી, પ્રશસ્તિસંગ્રહ, પૃ. ૯૬; જૈન સાહિત્ય ઔર ઇતિહાસ (પ્રમો), પૃ.
૩૮૯, જિ. ૨. કો., પૃ. ૨૪૩ ૨. યશોવિજય જૈન ગ્રંથમાળા, સં. ૨૬, વારાણસી, વી.સં. ૨૪૩૮ ૩. રાજસ્થાન કે શાસ્ત્રભંડારોં કી સૂચી, દિ. ભા., પૃ. ૨૧૮: પરમાનન્દ શાસ્ત્રી,
પ્રશસ્તિસંગ્રહ, પૃ. ૪૯ ૪. જિનરત્નકોશ, પૃ. ૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org