________________
પૌરાણિક મહાકાવ્ય
પ૩
છે. પર્વોની રચના અનુષ્ટ્રમ્ છંદમાં કરવામાં આવી છે પરંતુ પર્વાન્ત છન્દમાં પરિવર્તન કરવામાં આવેલ છે. પ્રત્યેક પર્વનો આરંભ તીર્થંકરની સ્તુતિથી થાય છે. તૃતીય પર્વથી શરૂ કરી પચીસમા પર્વ સુધી ઋષભથી ૨૩મા તીર્થંકર પાર્શ્વની ક્રમશઃ સ્તુતિ કરવામાં આવી છે. પ્રથમ પર્વમાં ઋષભ વગેરે ચોવીસ તીર્થંકરોની અને બીજા પર્વમાં મહાવીરની સ્તુતિ છે. ગ્રંથરચના સરસ, સરલ સંસ્કૃતમાં છે.
ગ્રંથકર્તા અને રચનાકાલ – પ્રસ્તુત ગ્રંથના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તે ભટ્ટારક વિજયકીર્તિના શિષ્ય અને જ્ઞાનભૂષણના પ્રશિષ્ય હતા. તેમના શિષ્ય શ્રીપાલ વર્મી હતા. તેમની સહાયથી ભટ્ટારક શુભચ વાગ્યર (વાગડ) પ્રાન્ત અન્તર્ગત (સાગવાડા) નગરમાં વિ.સં. ૧૬૦૮ ભાદ્રપદ દ્વિતીયાના દિને આ પાંડવપુરાણની રચના કરી છે. પચીસમા પર્વના અંતે એક કવિપ્રશસ્તિ છે. તેમાં ગુરુપરંપરાનો પરિચય આપ્યો છે અને સાથે સાથે તેમણે રચેલી ૨૫-૨૬ ગ્રંથકૃતિઓની સૂચી આપી છે.'
ભટ્ટારક શુભચન્દ્ર મોટા વિદ્વાન હતા. ત્રિવિધવિદ્યાધર (શબ્દાગમ, યુજ્યાગમ અને પરમાગમના જ્ઞાતા) અને ગર્ભાષાકવિચક્રવર્તી એ તેમની ઉપાધિઓ હતી.
તેમણે સર્જેલા કાવ્યગ્રન્થ – ચન્દ્રપ્રભચરિત, પદ્મનાભચરિત, જીવન્ધરચરિત, ચન્દનાકથા, નન્દીશ્વરકથા. આ ઉપરાંત તેમણે પૂજાવિધાન, પ્રતિષ્ઠા વગેરે વિષયના અન્ય ગ્રંથો લખ્યા છે.
પાંડવપુરાણ – આ પૌરાણિક કાવ્યમાં ૧૮. સર્ગ છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર હતા. તે મૂલસંઘના ભટ્ટારક જ્ઞાનભૂષણના પ્રશિષ્ય અને પ્રભાચન્દ્રના શિષ્ય હતા. તેમની ગાદી ગુજરાતમાં કોઈક સ્થળે હતી. તેમણે અનેક ગ્રંથો લખ્યા છે, જેમકે પાર્શ્વપુરાણ, જ્ઞાનસૂર્યોદયનાટક, પવનદૂત, શ્રીપાલઆખ્યાન (ગુજરાતીહિન્દી), યશોધરચરિત્ર, સુલોચનાચરિત્ર, હોલિકાચરિત્ર અને અંબિકાકથા.
પાંડવપુરાણની રચના સં. ૧૯૫૪માં નોધકનગરમાં થઈ હતી.
૧. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૮૩-૩૮૪ ૨. જયપુરના તેરાપંથી બડા મંદિરમાં આ કૃતિની એક પ્રતિ છે. જિ. ૨. કો., પૃ. ૨૪૩;
જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૩૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org