________________
૫૨
૧૧. સુદર્શનચરિત્ર, ૧૨. સદ્ભાષિતાવલી, ૧૩. પાર્શ્વનાથપુરાણ, ૧૪. સિદ્ધાન્તસારદીપક, ૧૫. વ્રતકથાકોષ, ૧૬. પુરાણસારસંગ્રહ, ૧૭. કર્મવિપાક, ૧૮. તત્ત્વાર્થસા૨દીપક, ૧૯. પરમાત્મરાજસ્તોત્ર, ૨૦. આગમસાર, ૨૧. સારચતુર્વિશતિકા,. ૨૨. પંચપરમેષ્ઠીપૂજા, ૨૩. અષ્ટાહ્નિકાપૂજા, ૨૪. સોલહકારણપૂજા, ૨૫. જમ્બુસ્વામિચરિત્ર, ૨૬. શ્રીપાલચરિત્ર, ૨૭. દ્વાદશાનુપ્રેક્ષા, ૨૮. ગણધરવલયપૂજા.
તેમનો સ્વર્ગવાસ ગુજરાતના મહેસાણા નામના ગામમાં સં. ૧૪૯૯માં થયો હતો, ત્યાં તેમની સમાધિનિષદ્યા આજ સુધી વિદ્યમાન દર્શાવવામાં આવે છે.
ઉત્તર પુરાણના દ્વિતીયાંશના કર્તા બ્રહ્મ. જિનદાસ છે, તે સકલકીર્તિના શિષ્ય અને નાના ભાઈ હતા. તેમનું સંસ્કૃત અને રાજસ્થાની ઉપર સમાન પ્રભુત્વ હતું પરંતુ રાજસ્થાની ઉપર તેમને વિશેષ અનુરાગ હતો. તેમની સંસ્કૃત રચનાઓ સંખ્યામાં બહુ જ ઓછી છે જ્યારે રાજસ્થાની રચનાઓ તો ૫૦થી પણ વધુ છે. બ્રહ્મ. જિનદાસની નિશ્ચિત જન્મતિથિ સંબંધમાં તેમની રચનાઓને આધારે કોઈ જાણકારી મળતી નથી. તે ક્યાં સુધી ગૃહસ્થ રહ્યા અને ક્યારથી સાધુજીવન શરૂ કર્યું એ બાબતે પણ કંઈ સૂચન મળતું નથી. તેમની માતાનું નામ શોભા અને પિતાનું નામ કર્ણસિંહ હતું. તે પાટણના રહેવાસી હૂંબડજાતિના શ્રાવક હતા. તેમનો જન્મ ભટ્ટારક સકલકીર્તિ પછી થયો છે કારણ કે સકલકીર્તિ તેમના અગ્રજ હતા. બ્રહ્મ. જિનદાસે પોતાની કેવળ બે રચનાઓમાં સંવત્ આપ્યો છે, બાકીમાં નથી આપ્યો. તદનુસાર રામરાજ્યરાસમાં વિ.સં. ૧૫૦૮ તથા હિરવંશપુરાણમાં વિ.સં. ૧૫૨૦ આપ્યો છે. સંભવતઃ રિવંશપુરાણ તેમની અંતિમ કૃતિ છે. અન્ય સંસ્કૃત રચનાઓ આ છે જમ્બુસ્વામિચરિત્ર, રામચરિત્ર (પદ્મપુરાણ) તથા પુષ્પાંજલિવ્રતકથા અને લગભગ આઠ જેટલી પૂજાવિષયક લઘુકૃતિઓ. પાંડવપુરાણ આ પૌરાણિક કાવ્યમાં પાંડવોની રોચક કથાનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં ૨૫ પર્વો છે. તેની શ્લોકસંખ્યા ૬૦૦૦ છે. આ પુરાણની રચનામાં ગ્રંથકર્તાએ જિનસેનના હરિવંશપુરાણ વગેરે અને ઉત્તરપુરાણ તથા શ્વેતાંબર રચના દેવપ્રભસૂરિકૃત પાંડવચરિતનો પર્યાપ્ત ઉપયોગ કર્યો છે. ગ્રંથના આન્તરિક પરીક્ષણથી આ વાત સિદ્ધ થાય છે. તેમ છતાં આ પુરાણની કથામાં અન્ય જૈન પુરાણકારોની કૃતિઓથી ભેદ છે. આ જૈન હાભારત પણ કહેવાય
જૈન કાવ્યસાહિત્ય
-
૧. જીવરાજ જૈન ગ્રંથમાલા, સં. ૩, સોલાપુર, ૧૯ ૨. એજન, પ્રસ્તાવના, પૃ. ૧-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org