________________
પૌરાણિક મહાકાવ્ય
૫૧
પાંડવચરિતના રચનાકાળ હોવો જોઈએ એમ નિશ્ચિત જણાય છે. પાંડવચરિતના સંપાદકોએ તેનો રચનાકાળ વિ.સં. ૧૨૭૦ માન્યો છે", જે ઉક્ત અનુમાનો સાથે લગભગ બંધ બેસે છે.
હરિવંશપુરાણ – જિનસેનના હરિવંશપુરાણના આધાર પર રચાયેલી આ કૃતિમાં ૪૦ સર્ગ છે, તેમાં હરિવંશકુલોત્પન્ન ૨૨મા તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણ તથા તેમના સમકાલીન પાંડવો અને કૌરવોનું વર્ણન છે. તેના પ્રથમ ૧૪ સર્ગોની રચના ભટ્ટારક સકલકીર્તિ અને બાકીના સર્ગોની રચના તેમના શિષ્ય બ્રહ્મ. જિનદાસે કરી છે. તેમાં રવિણ અને જિનસેનનો ઉલ્લેખ છે.
કર્તા અને રચનાકાળ – આ ગ્રંથના પ્રથમાંશના કર્તા ભટ્ટારક સકલકીર્તિ છે. મધ્યકાલીન ઉત્તર ભારતમાં સકલકીર્તિ નામના અનેક ભટ્ટારક થઈ ગયા છે પરંતુ તેમાંના સર્વપ્રથમજ્ઞાત સકલકીર્તિએ અનેક શાસનપ્રભાવ કાર્યો કર્યા હતાં અને વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. તેમની કૃતિઓ સંસ્કૃત અને રાજસ્થાની બંને ભાષાઓમાં મળે છે.
તેમના સમયના સંબંધમાં વિવાદ છે. ડો. કસ્તુરચંદ કાસલીવાલ તેમનો જન્મ વિ.સં. ૧૪૪૩માં અને સ્વર્ગવાસ ૧૪૯૯માં માને છે, જ્યારે ડૉ. જ્યોતિ પ્રસાદ જૈને તેમનો જન્મ ૧૪૧૮માં અને સ્વર્ગવાસ ૧૪૯૯માં માન્યો છે. આ બંને મત અનુસાર ડૉ. વિનન્ટનિસ્તે નક્કી કરેલો સ્વર્ગવાસનો સમય (સં. ૧૫૨૧) બરાબર નથી અને ન તો ડૉ. જોહરાપુરકરે નિર્ણત કરેલો કાલ સં. ૧૪૫૦-૧૫૧૦ બરાબર છે. આ સકલકીર્તિ ડુંગરપુર (ઈડર) પટ્ટના સંસ્થાપક હતા તથા બાગડ (સાગવાડા) બડસાજન પટ્ટના પણ સંસ્થાપક હતા. તેમણે લગભગ ૩૪ ગ્રન્થો લખ્યા છે જેમાં ૨૮ તો સંસ્કૃત ભાષામાં અને ૬ રાજસ્થાની ભાષામાં છે.
સંસ્કૃત ભાષામાં રચેલા ગ્રંથો – ૧. મૂલાચારપ્રદીપ, ૨. પ્રશ્નોત્તરોપાસકાચાર, ૩. આદિપુરાણ, ૪. ઉત્તરપુરાણ, ૫. શાન્તિનાથચરિત્ર, ૬. વર્ધમાનચરિત્ર, ૭. મલ્લિનાથચરિત્ર, ૮. યશોધરચરિત્ર, ૯, ધન્યકુમારચરિત્ર, ૧૦. સુકુમાલચરિત્ર,
૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (મો. દ. દેસાઈ)માં પાંડવચરિતનો રચનાકાળ સં.
૧૨૭૦ લગભગ માનવામાં આવ્યો છે. ૨. જિનરત્નકોશ, પૃ. ૪૬૦; રાજસ્થાન કે જૈન સંત વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૨૭ ૩. રાજસ્થાન કે જૈન સત્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧-૨૧; જૈન સદેશ, શોધક ૧૬,
પૃ. ૧૮૧-૧૮૮ તથા ૨૦૮-૨૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org