________________
પ૦
જેન કાવ્યસાહિત્ય
કરવામાં આવ્યો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉન્મેલા અને રૂપક અલંકારનાં યષ્ટિ પ્રયોગ દર્શનીય છે.
આ કાવ્યમાં કવિએ પોતાના યુગના સમાજનું ચિત્ર આલેખ્યું છે. તેમાં તે યુગના અનેક રીતરિવાજ, વિવાહસંસ્કાર તથા પ્રચલિત અન્યવિશ્વાસોની સારી ઝાંખી કરાવવામાં આવી છે. પાંડવચરિત એક ધાર્મિક કાવ્ય પણ છે. તેમાં સ્થળે સ્થળે ધાર્મિક ઉપદેશની યોજના કરવામાં આવી છે જેમાં દયા, દાન, શીલ, તપ તથા સંસારની અનિત્યતા પ્રતિપાદિત છે.
સર્જક અને રચનાકાળ – પાંડવચરિતમાં આપવામાં આવેલી પ્રશસ્તિમાંથી કવિનો વિશેષ પરિચય નથી મળતો. તેમાંથી કેવળ એટલું જાણવા મળે છે કે પાંડવચરિતના કર્તા દેવપ્રભસૂરિ મલધારી ગચ્છના હતા. તેમણે આ ગ્રંથની રચના હર્ષપુરીય ગચ્છના હેમચન્દ્રસૂરિ-વિજયસૂરિ-ચન્દ્રસૂરિ-મુનિચન્દ્રસૂરિ-ના શિષ્ય દેવાનન્દસૂરિના અનુરોધથી કરી હતી. પ્રશસ્તિમાં રચનાકાલ આપ્યો નથી પરંતુ દેવાનન્દસૂરિ, જેમના અનુરોધથી આ ગ્રંથ રચવામાં આવ્યો તે, પ્રમુખ ગ્રંથસંશોધક પ્રદ્યુમ્નસૂરિના ગુરુ કનકપ્રભના ગુરુ હતા. પ્રદ્યુમ્નસૂરિનો સાહિત્યિક કાલ સં. ૧૩૧પથી સં. ૧૩૪૦ સુધી ૨૫ વર્ષનો માની શકાય કારણ કે તેમણે સં. ૧૩૨૨માં શ્રેયાંસનાથચરિત માનતુંગસૂરિકૃત) તથા તે જ વર્ષે મુનિદેવકૃત શાન્તિનાથચરિતનું સંશોધન કર્યું અને સં. ૧૩૨૪માં પોતાના કાવ્ય સમરાદિત્યચરિતની રચના કરી તથા સં. ૧૩૩૪માં પ્રભાચન્દ્રકૃત પ્રભાવકચરિતનું સંશોધન કર્યું. જો આ કાળથી પહેલાં ૨૫ વર્ષ સુધી પ્રદ્યુમ્નસૂરિના ગુરુ કનકપ્રભનો સાહિત્યિક કાળ અને તેમનાથી ૨૫ વર્ષ પૂર્વ સુધી કનકપ્રભના ગુરુ દેવાનન્દનો સાહિત્યિક કાળ માનવામાં આવે તો કનકપ્રભનું સાહિત્યિક જીવન સં. ૧૨૯૦થી પછી અને દેવાનન્દનું સાહિત્યિક જીવન સં. ૧૨૬૫ પછી માનવું જોઈએ. આ અનુમાનથી દેવાનન્દસૂરિનો સાહિત્યિક કાળ સં. ૧૨૬૫ લગભગ સ્થિર થાય છે. એટલે દેવપ્રભસૂરિની કૃતિ પાંડવચરિતનો રચનાકાલ સં. ૧૨૬૫થી કંઈક પછીનો હોવો જોઈએ. બીજા અનુમાનથી પણ આપણે આ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. તે છે દેવપ્રભસૂરિના શિષ્ય નરચન્દ્રસૂરિનો સમય. નરચન્દ્રસૂરિ પણ પાંડવચરિતના સંશોધકોમાંના એક હતા. આ નરચન્દ્રસૂરિએ ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય મહાકાવ્ય (સં. ૧૨૭૭-૧૨૯૦)નું સંશોધન કર્યું હતું. આ ઉપરથી પણ તે કાળની આસપાસ
૧. પાંડવચરિત, પ્રશસ્તિ, પદ્ય ૮-૯ ૨. પાંડવચરિત, પ્રશસ્તિ, પદ્ય ૧૦-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org