________________
પૌરાણિક મહાકાવ્ય
૪૯
શકે અને ભગવાન મહાવીરના વિવાહના તદ્ગત ઉલ્લેખની સંગતિ બેસી શકે.
પાંડવચરિત – આ સર્ચબદ્ધ કૃતિ છે. તેમાં ૧૮ સર્ગ છે. તેનું કથાનક લોકપ્રસિદ્ધ પાંડવોના ચરિત્ર ઉપર આધારિત છે પરંતુ કથાનક જૈન પરંપરા અનુસાર વર્ણિત છે, અને સાથે સાથે નેમિનાથનું ચરિત સ્વતઃ આવી ગયું છે. આ કાવ્યના નાયક પાંચ પાંડવ ધીરાદાત્ત અને ઉદાત્ત ક્ષત્રિય કુલોત્પન્ન છે. આ કાવ્ય વીરરસપ્રધાન છે પરંતુ તેનું પર્યવસાન શાન્તરસમાં થયું છે. શૃંગાર, અદ્ભુત અને રૌદ્ર રસોની યોજના પણ આમાં અંગરૂપ બની છે. આમાં કાવ્યપરંપરાને અનુકૂળ પ્રત્યેક સર્ગમાં એક છંદનો પ્રયોગ થયો છે તથા સર્વાન્ત છંદપરિવર્તન કરવામાં આવ્યું છે. આમાં મહાકાવ્ય માટે જરૂરી વણ્ય વિષયો – નગરી, પર્વત, વન, ઉપવન, વસંત, ગ્રીષ્મ વગેરેનો સમાવેશ યથાસ્થાન થયો છે. તેના સર્ગોનું નામકરણ પણ વણ્ય વિષયના આધારે કરવામાં આવ્યું છે. જો કે તેમાં મહાકાવ્યોચિત બધા જ ગુણ છે પરંતુ ભાષાશૈલીગત પ્રૌઢતાના તેમ જ ઉદાત્ત કાવ્યકલાના અભાવમાં તે એક સામાન્ય પૌરાણિક કાવ્ય જ બની રહે છે. પૌરાણિક કાવ્યોની જેમ તેમાં અનેક વાતો કલ્પનાપૂર્ણ અને અતિશયોક્તિભરી છે. વર્ણનમાં અનેક અલૌકિક અને અપ્રાકૃતિક શક્તિઓનો આશરો લેવામાં આવ્યો છે. અહીં તહીં અવાન્તર કથાઓની યોજના પણ કરવામાં આવી છે, જેમકે નલકુબેરની કથા. ભવાન્તરોના કથનમાં પણ અનેક અવાન્તર કથાઓ કહેવામાં આવી છે.
પાંડવચરિતના કથાનકનો આધાર “ષષ્ઠાંગોપનિષદૂ તથા હેમચન્દ્રાચાર્યનું ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' તથા કેટલાક અન્ય ગ્રંથ છે. આ વાતને ગ્રંથકર્તાએ પોતે નીચેના શ્લોકમાં પ્રગટ કરી છે :
षष्ठांगोपनिषत्रिषष्टिचरितानालोक्य कौतूहला- ।
देतत् कन्दलयांचकार चरितं पाण्डोः सुतानामहम् ॥ પાંડવચરિતનું ગ્રંથપ્રમાણ લગભગ આઠ હજાર શ્લોક છે. તેના બધા સર્ગોમાં અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ થયો છે. સર્ષાન્તોમાં પ્રયુક્ત અન્ય છંદોની સંખ્યા ૪૦ છે. તેમાં મુખ્ય વસંતતિલકા, શિખરિણી, શાર્દૂલવિક્રીત અને માલિની છે. ગ્રંથકારે ભાષાની પ્રૌઢતાના અભાવને અલંકારોના પ્રયોગ દ્વારા કંઈક અંશે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ, યમક તથા વીસાનો પ્રયોગ બહુ
અનક
૧. કાવ્યમાલા સિરિઝ, મુંબઈ, ૧૯૧૧, જિ. ૨. કો., પૃ. ૨૪૨ ૨. પાંડવચરિત, સર્ગ ૧૮, પદ્ય ૨૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org