________________
જૈન કાવ્યસાહિત્ય
પ્રાચીન જૈન સાહિત્યમાં કૃષ્ણના પિતા વસુદેવનું ચિરત બહુ રોચક અને વ્યાપક રૂપમાં આલેખાયું છે. આ આલેખનમાં ૧-૨ નહીં પણ ૧૫ સર્ગ (૧૯-૩૩ સર્ગ) રોકાયા છે. આ મોટો ભાગ ગ્રંથનો ચતુર્થાંશ જેટલો છે. આ ગ્રંથ પહેલાં ભદ્રબાહુકૃત ‘વસુદેવચરિત' (અનુપલબ્ધ) અને વસુદેવર્ષિડી (સંઘદાસગણિકૃત)માં વસુદેવની કૌતુકપૂર્ણ કથા કહેવામાં આવી છે. વસુદેવના ચરિત સાથે સંબદ્ધ શ્રી કૃષ્ણ, બલરામ તથા અન્ય યદુવંશી પુરુષો – પ્રદ્યુમ્ન, સામ્બ, જરકુમાર આદિનાં ચિરતો અને રાજગૃહના રાજા જરાસંધ અને મહાભારતના નાયકો કૌરવ-પાંડવોનું વર્ણન પણ જૈન માન્યતા અનુસાર રજૂ કરવામાં આવ્યું છે. ગ્રંથના ઉત્તરાર્ધને આપણે યદુવંશચિરત અને જૈન મહાભારત પણ કહી શકીએ.
૪૪
નેમિનાથનું આટલું વિસ્તૃત વર્ણન આના પહેલાં અન્યત્ર ક્યાંય સ્વતંત્ર રૂપે જોવા નથી મળતું. કેવળ ઉત્તરાધ્યયનસૂત્રના ‘રહનેમિજ્જ' નામના ૨૨મા અધ્યયનમાં તે ચરિત્ર અંશ રૂપે ૪૯ ગાથાઓમાં આપવામાં આવ્યું છે. ગ્રંથમાં ચારુદત્ત અને વસંતસેનાનો વૃત્તાંત વિસ્તારથી આપવામાં આવ્યો છે. આના પહેલાં વસુદેવદિંડી અને બહત્કથાશ્લોકસંગ્રહમાં પણ આ કથાનક આવ્યું છે જેનો સ્રોત ગુણાત્મ્યની બૃહત્કથા મનાય છે. મૃચ્છકટિકમાં આ કથાનકને નાટકનું રૂપ આપવામાં આવ્યું છે.
હિરવંશપુરાણ કેવળ એક કથાગ્રન્થ જ નથી પરંતુ મહાકાવ્યના ગુણોથી ગૂંથવામાં આવેલું એક ઉચ્ચ કોટિનું કાવ્ય પણ છે. આમાં બધા રસોનો સારો પરિપાક થયો છે. યુદ્ધવર્ણનમાં જરાસંધ અને કૃષ્ણની વચ્ચેનું રોમાંચકારી યુદ્ધ વી૨૨સનો પરિપાક છે. દ્વારિકાનિર્માણ અને યદુવંશીઓનો પ્રભાવ અદ્ભુતરસનો પ્રકર્ષ છે. નેમિનાથનો વૈરાગ્ય અને બલરામનો વિલાપ કરુણરસથી ભરપૂર છે. આ કાવ્યનો અંત શાન્તરસમાં થાય છે. પ્રકૃતિચિત્રણરૂપ ઋતુવર્ણન, ચન્દ્રોદયવર્ણન આદિ અનેક ચિત્ર કાવ્યશૈલીમાં આલેખવામાં આવ્યાં છે.
ગ્રંથની ભાષા પ્રૌઢ અને ઉદાત્ત છે તથા અલંકાર અને વિવિધ છંદોથી વિભૂષિત છે. રેસના આલેખનને અનુકૂળ જ કવિએ છંદો પસંદ કર્યા છે. પંચાવનમો સર્ગ યમકાદિ અલંકારોથી સુશોભિત છે. નેમિનાથના સ્તવનરૂપ પૂરો ૩૯મો સર્ગ વૃત્તાનુગન્ધી ગદ્યમાં લખાયો છે. પદ્યમય રચનાઓમાં આ પ્રકારનો પ્રયોગ રવિષેણના પદ્મચરિત ઉપરાંત કેવળ અહીં જ જોવા મળે છે, બીજે ક્યાંય જોવા મળતો નથી. કવિની વર્ણનશૈલી અપૂર્વ છે. વસુદેવની સંગીતકલાના વર્ણનમાં ૧૯મા સર્ગના ૧૨૦ શ્લોક રચાયા છે. તે વર્ણન ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી અનુપ્રાણિત છે. આ ગ્રંથગત લોકવિભાગનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org