________________
પૌરાણિક મહાકાવ્ય
૪ ૩
રામકથાથી સંબદ્ધ અન્ય રચનાઓ (સંસ્કૃત) –
૧. સીતાચરિત્ર – આ કાવ્યમાં ૪ સર્ગ છે, જેમાં ક્રમશઃ ૯૫, ૯૯, ૧૫૩ અને ૨૦૯ પદ્ય છે. આ અપ્રકાશિત છે. તેની હસ્તલિખિત પ્રતિમાં સં. ૧૩૩૯ આપ્યો છે.
૨. સીતાચરિત્ર – શાન્તિસૂરિ ૩. ” – બ્રહ્મ. નેમિદત્ત
– અમરદાસ મહાભારતવિષયક પૌરાણિક મહાકાવ્ય (સંસ્કૃત) :
હરિવંશપુરાણ – મહાકાવ્યની શૈલીમાં રચાયેલું બ્રાહ્મણ પુરાણોનું અનુકરણ કરતું આ એક પુરાણ છે. આ ગ્રંથનો મુખ્ય વિષય હરિવંશમાં ઉત્પન્ન થયેલા ૨૨મા તીર્થંકર નેમિનાથનું ચરિત્ર છે. તેનું બીજું નામ અરિષ્ટનેમિપુરાણસંગ્રહ પણ છે જેનો ઉલ્લેખ પ્રત્યેક સર્ગની પુષ્યિકાના વાક્યમાં કરવામાં આવ્યો છે. ગ્રંથકારે આઠ અધિકારોમાં તેના વિષયનું પ્રતિપાદન કર્યું છે. તે આઠ અધિકારો છે – લોકના આકારનું વર્ણન, રાજવંશોની ઉત્પત્તિ, હરિવંશનો અવતાર, વસુદેવની ચેષ્ટાઓ, નેમિનાથનું ચરિત, દ્વારિકાનું નિર્માણ, યુદ્ધવર્ણન અને નિર્વાણ. આ ગ્રંથમાં ૬૬ સર્ગો છે. તેનો કુલ વિસ્તાર બાર હજાર શ્લોકપ્રમાણ છે.
આ ગ્રંથ નેમિનાથપુરાણ જ નથી પરંતુ તેને કેન્દ્ર બનાવી તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, ધર્મનીતિ વગેરે અનેક વિષયો તથા અનેક ઉપાખ્યાનોનું નિરૂપણ થયું છે. લોકસંસ્થાનના રૂપમાં સૃષ્ટિવર્ણન ૪ સર્ગોમાં આપવામાં આવેલ છે. રાજવંશોત્પત્તિ અને હરિવંશાવતાર નામના અધિકારોમાં ચોવીસ તીર્થંકર, બાર ચક્રવર્તી, નવ નારાયણ વગેરે ત્રેસઠ શલાકાપુરુષોનાં અને સેંકડો અવાન્તર રાજાઓ અને વિદ્યાધરોનાં ચરિતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે તે એક મહાપુરાણને પણ પોતાનામાં ગર્ભરૂપે સમાવે છે. હરિવંશના પ્રસંગમાં ઐલ અને યદુવંશોનું પણ વર્ણન આપવામાં આવ્યું છે.
૧. એજન, પૃ.૪૪૨ ૨. મા. દિ. જૈ. ગ્રંથમાળા, મુંબઈ, ૨ ભાગ, સન્ ૧૯૩૦-૩૧; ભારતીય જ્ઞાનપીઠ,
વારાણસી, ૧૯૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org