________________
પૌરાણિક મહાકાવ્ય
૪૫
અને શલાકાપુરુષોનું વર્ણન “તિલોયપષ્ણત્તિ સાથે અને દ્વાદશાંગનું વર્ણન રાજવાર્તિક સાથે મેળ ખાય છે. વ્રતવિધાન, સમવસરણ અને જિનેન્દ્રવિહારવર્ણન પણ ખૂબ જ પરિપૂર્ણ છે.
ઐતિહાસિક દૃષ્ટિએ હરિવંશપુરાણ પોતાના સમયની કૃતિઓમાં નિરાળી કૃતિ છે. તેના કર્તાએ પોતાનો પરિચય સારી રીતે આપ્યો છે. તેમણે પોતાની રચના શક સંવત ૭૦પમાં સૌરાષ્ટ્રના વર્ધમાનપુરમાં પૂરી કરી હતી અને ગ્રંથસમાપ્તિવર્ષના કાળમાં પોતાની ચારે તરફ ભારતવર્ષની રાજનૈતિક સ્થિતિનું દિગ્દર્શન કરાવતાં જિનસેને કહ્યું છે કે તે સમયે ઉત્તર દિશામાં ઈન્દ્રાયુધ, દક્ષિણ દિશામાં કૃષ્ણનો પુત્ર શ્રીવલ્લભ અને પૂર્વમાં અવન્તિનરેશ વત્સરાજ અને પશ્ચિમમાં સૌરોના અધિમંડલ સૌરાષ્ટ્રમાં વીર જયવરાહ રાજય કરતા હતા. આટલું જ નહિ પણ આ રચનામાં ઐતિહાસિક ચેતનાનું અધિક દર્શન પણ થાય છે, જેમકે તેમાં ભગવાન મહાવીરના સમયથી શરૂ કરી ગુપ્તવંશ અને કલ્કિના સમય સુધી મધ્યદેશ ઉપર શાસન કરનાર પ્રમુખ રાજવંશોની પરંપરાનો ઉલ્લેખ છે, તથા અવન્તીની ગાદી પર આવનાર રાજવંશ અને રાજવંશ (જેમાં પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્ય થયા છે)નો ક્રમ આપ્યો છે, સાથે જ જૈન ઈતિહાસની દૃષ્ટિએ ભગવાન મહાવીરથી શરૂ કરી ૬૮૩ વર્ષની સર્વમાન્ય ગુરુપરંપરા અને તેનાથી આગળ પોતાના સમય સુધીની અન્યત્ર અનુપલબ્ધ એવી અવિચ્છિન્ન ગુરુપરંપરા પણ આપી છે, અને પોતાના પૂર્વવર્તી અનેક કવિઓ અને કૃતિઓનો પરિચય પણ કરાવ્યો છે.
આ રીતે આપણે હરિવંશપુરાણમાં પુરાણ, મહાકાવ્ય, વિવિધ વિષયોનું પ્રતિપાદન કરનાર વિશ્વકોશ તથા રાજનૈતિક અને ધાર્મિક ઇતિહાસનો સ્રોત આદિનું એક સાથે દર્શન કરીએ છીએ. ગ્રંથકારે પોતે પોતાના આ ગ્રંથના સંબંધમાં આ રીતે કહ્યું છે કે આ હરિવંશને જે શ્રદ્ધાથી વાંચશે તેની પોતાની
૧. વર્ધમાનપુર કર્યું અને આ પ્રશસ્તિમાં ઉલ્લિખિત નરેશો કયા એ બાબતે વિદ્વાનોમાં મોટો
મતભેદ છે. આ બધાની સમીક્ષા ડૉ. આ. કે. ઉપાધ્યેએ કુવલયમાલા (સિ.જૈ.2.૪૬)
ભાગ ૨ની અંગ્રેજી પ્રસ્તાવનાના પૃ. ૧૦૫-૧૦૭માં વિસ્તારથી કરી છે. ૨. સર્ગ ૬૬, પર-પ૩ ૩. સર્ગ ૬૦. ૪૮૭-૪૯૨ ૪. સર્ગ ૬૬, ૨૧-૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org