SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ જેન કાવ્યસાહિત્ય (૧૭મી સદી) કૃત એક અન્ય ટીકાનો પણ ઉલ્લેખ મળે છે. અન્ય મહાકાવ્યોમાં ભટિકાવ્ય પર કુમુદાનન્દકૃત સુબોધિની અને શિશુપાલવધ મહાકાવ્ય પર ચારિત્રવર્ધનની (૧૫મી સદી) અને ધર્મચિની (૧૭મી સદી) ટીકાઓ તથા લલિતકીર્તિકૃત (૧૭મી સદી) સહધ્વાન્તદીપિકા ટીકા મળે છે. સમયસુન્દર ઉપાધ્યાયે પણ આ કાવ્યના ત્રીજા સર્ગ ઉપર ટીકા લખી છે. તેવી જ રીતે શ્રીહર્ષના નૈષધીયચરિત મહાકાવ્ય પર ચાર ટીકાઓ મળે છે. તેમાં સૌથી પ્રાચીન વિ.સં.૧૧૭૦માં રચાયેલી મુનિચન્દ્રસૂરિકૃત ટીકા છે. બીજી ટીકા વિ.સં. ૧૫૧૧માં ચારિત્રવધૂને (ખરતરગચ્છ) અને ત્રીજી ટીકા જિનરાજસૂરિએ (ખરતરગચ્છ, ૧૭મી સદી) લખી છે. તપાગચ્છના રત્નચન્દ્રગણિએ (૧૭મી સદી) સુબોધિકા નામની ટીકા પણ ઉક્ત મહાકાવ્ય પર લખી છે, તે મળે છે. અન્ય જૈનેતર કાવ્યોમાંથી “નવોદય' પર આદિત્યસૂરિકૃત ટીકા, રાઘવપાંડવીય પર પદ્મનન્દ, પુષ્પદન્ત અને ચારિત્રવર્ધનની ટીકાઓ, ખંડપ્રશસ્તિ' (હનુમત્કૃતા) પર ધર્મશેખરસૂરિકૃત (વિ.સં. ૧૫૦૧) વૃત્તિ, ગુણવિનયકૃત સુબોધિકા (વિ.સં.૧૬૪૧) અને અજ્ઞાતકર્તક વૃત્તિ, ઘટકર્પરકાવ્ય પર શાન્તિસૂરિની અને પૂર્ણચન્દ્રની ટીકાઓ, વૃન્દાવનકાવ્ય, શિવભદ્રકાવ્ય અને રાક્ષસકાવ્ય પર શાન્તિસૂરિકૃત ટીકાઓ, દુર્ધટકાવ્ય પર પુણ્યશીલ મુનિકૃત ટીકા અને જગદાભરણકાવ્ય પર જ્ઞાનપ્રમોદકૃત ટીકા મળે છે. ચપૂકાવ્યોમાં દમયન્તીચમ્પ પર પ્રબોધમાણિજ્યકૃત ટિપ્પણી તથા ચંડપાલકૃત ટીકા મળે છે. અને નલચમ્પ પર ગુણવિનયગણિએ રચેલી ટીકા મળે છે. ૧. એજન, પૃ.૩૩૪; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, દ્વિતીય ખંડ, પૃ. ૨૫ ૨. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રંથ, દ્વિતીય ખંડ, પૃ.૨૫ ૩. જિનરત્નકોશ, પૃ. ૨૧૯ ૪. એજન, પૃ. ૩૨૯ ૫. એજન, પૃ. ૧૦૧ ૬-૭.એજન, પૃ. ૧૧૩, ૩૨૯, ૩૬૪, ૩૮૩ ૮ એજન, પૃ. ૪૬૫ ૯. એજન, પૃ. ૧૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy