SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાક્રય સુભાષિતોમાં ભર્તૃહિરના શતકત્રય પર ધનદરાજ (વિ.સં.૧૪૯૦), ધનસારસૂરિ, અભયકુશલ (વિ.સં.૧૭૫૫) તથા રામવિજય ઉપાધ્યાયની (વિ.સં.૧૭૮૮) રચેલી ટીકાઓ મળે છે. તેમના કેવળ વૈરાગ્યશતક પર ગુણવિનય ઉપાધ્યાય (વિ.સં.૧૬૪૭), સહજકીર્તિ (૧૭મી સદી), જિનસમુદ્ર (વિ.સં.૧૭૪૦) અને જ્ઞાનસાગરની (૧૮મી સદી) રચેલી ટીકાઓ મળે છે. તેમના કેવળ શૃંગારશતક પર જિનવલ્લભસૂરિષ્કૃત (૧૨મી સદી) ટીકા મળે છે. ૧૮મી સદીના રામવિજયે (રૂપચન્દ્રે) ભર્તૃહરિશતક અને અમરુશતક પર ટબાર્થ લખ્યા છે. જૈનેતર નાટકોમાં કવિ મુરારિના અનર્થરાઘવ પર તપાગચ્છના જિનહર્ષગણિની વૃત્તિ, નરચન્દ્રસૂરિનું (૧૩મી સદી) ટિપ્પણ અને દેવપ્રભસૂરિની રહસ્યાદર્શ ટીકા મળે છે. તેવી જ રીતે શ્રીકૃષ્ણ મિશ્રના પ્રબોધચન્દ્રોદય' નાટક પર રત્નશેખરસૂરિ, જિનહર્ષ તથા કામદાસે રચેલી વૃત્તિઓ મળે છે. પ્રાકૃતના પ્રસિદ્ધ સટ્ટક કર્પૂરમંજરી પર પણ પ્રેમરાજકૃત લઘુટીકા અને ધર્મચન્દ્રકૃત (૧૬મી સદી) ટીકા મળે છે. પ્રાચીન જૈન ગ્રન્થભંડારોની જુદે જુદે સમયે પ્રકાશિત થયેલી સૂચીઓમાંથી આપણને અન્ય કાવ્યગ્રન્થો પર રચાયેલી ટીકાઓની માહિતી મળે છે, તે બધીનું સંકલન અહીં શક્ય નથી. તે બધી ટીકાઓ જૈન મનીષીઓની સાંપ્રદાયિકતાની ભાવનાથી મુક્ત સાહિત્યિક સેવાને દર્શાવે છે. ૬૦૭ ૧. એજન, પૃ. ૩૭૦ ૨. એજન, પૃ. ૩૬૬; મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, ખંડ ૨, પૃ. ૨૫ ૩. મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થ, દ્વિતીય ખંડ, પૃ. ૨૧ ૪. જિનરત્નકોશ, પૃ. ૭ ૫. એજન, પૃ. ૨૬૫; જૈન સિદ્ધાન્ત ભાસ્કર, ભાગ ૨, કિરણ ૧ ૬. જિનરત્નકોશ, પૃ. ૬૮ - ૭. સાંપ્રદાયિકતાની ભાવનાથી ઉપર ઊઠી સાહિત્યસેવા કરવાનાં ઉદાહરણો બીજાં પણ મળે છે. તે માટે જુઓ – શ્રી અગરચન્દ નાહટાનો લેખ : દિગંબર ગ્રન્થો ૫૨ શ્વેતાંબર વિદ્વાનોં કી ટીકાઓં એવં અનુવાદ (વીરવાણી, ૪.૨૩) તથા જૈન ગ્રન્થોં પર જૈનેતર ટીકાઓં (ભારતીય વિદ્યા, ૨. ૩-૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy