________________
૪૦
છે. એકનો ગ્રંથાત્ર ૩૧૦૦ કે ૩૪૦૦ છે. બીજીની હસ્તપ્રતમાં સં. ૧૬૦૦
આપવામાં આવેલ છે.
રામલક્ષ્મણચરિત્ર સીતાચરિત્રના રચનાક્રમમાં લખ્યું છે.
પદ્મરિત યા પદ્મપુરાણ આ ચરિતની કથાવસ્તુ આઠમા બલભદ્ર પદ્મ (રામ), આઠમા નારાયણ લક્ષ્મણ, પ્રતિનારાયણ રાવણ તથા તેમના પરિવારો અને સંબદ્ધ વંશોનું ચરિતવર્ણન છે. આ રચના સંસ્કૃત છે. તેમાં ૧૨૩ પર્વ છે જેમાં અનુષ્ટુપના પ્રમાણથી ૧૮૦૨૩ શ્લોકો છે. સંસ્કૃત જૈન કથાસાહિત્યમાં આ સૌથી પ્રાચીન ગ્રંથ છે.
–
જૈન કાવ્યસાહિત્ય
આને પણ ૨૦૮ ગાથાઓમાં ભુવનતુંગસૂરિએ
આમાં અધિક પ્રમાણમાં અનુષ્ટુલ્ છન્દનો પ્રયોગ થયો છે. પ્રત્યેક પર્વના અંતે છંદમાં પરિવર્તન કરી વિવિધ વૃત્તોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ૪૨મા પર્વની રચના નાના છંદોમાં કરવામાં આવી છે. ૭૮મા પર્વની વિશેષતા એ છે કે તેમાં વૃત્તગન્ધિ ગદ્યનો પણ પ્રયોગ થયો છે, જેમાં ભુજંગપ્રપાત છન્દનો આભાસ મળે છે.
ગ્રંથકારે રચનાના આધાર અંગે સૂચવ્યું છે કે તેનો વિષય શ્રી વર્ધમાન તીર્થંક૨ પાસેથી ગૌતમ ગણધરને અને તેમની પાસેથી ધારિણીના સુધર્માચાર્યને પ્રાપ્ત થયો. પછી પ્રભવને અને તેના પછી શ્રેષ્ઠ વક્તા કીર્તિધર આચાર્યને પ્રાપ્ત થયો. ત્યાર પછી તેમના લખાણને આધાર બનાવીને રવિષેણે આ ગ્રન્થ પ્રગટ કર્યો.૪ અપભ્રંશ પઉમચરિઉના સર્જક સ્વયંભૂએ પણ અનુત્તરવાગ્મી કીર્તિધરનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તેમની કૃતિ આજ સુધી મળી નથી અને તેમની આચાર્યપરંપરા પણ મળતી નથી.
Jain Education International
પ્રાકૃતમાં ‘પઉમરિયમ્'ની કથાવસ્તુના વિન્યાસ સમાન જ આ કૃતિમાં વસ્તુવિન્યાસ દેખાય છે. વિષય અને વર્ણન પ્રાયઃ જેમનાં તેમ તથા પર્વ-પ્રતિપર્વ અને પ્રાયઃ એકધારા અનેક પદ્યપ્રતિપદ્ય મળી જાય છે. તેથી લાગે છે કે આ ગ્રંથ વિમલસૂરિકૃત પઉમચરિયુંને સામે રાખી રચાયો હશે અને અનેક અંશોમાં
૧. એજન, પૃ. ૪૪૨
૨. એજન, પૃ. ૩૩૧
૩. ભારતીય જ્ઞાનપીઠ, વારાણસીથી ત્રણ ભાગમાં સાનુવાદ પ્રકાશિત, સન્ ૧૯૫૮-૫૯; મૂલ - મા. દિ. જૈ. ગ્રંથમાંલા, મુંબઈ, ૩ ભાગ, સન્ ૧૯૮૫; જિનરત્નકોશ, પૃ. ૨૩૩ ૪. પર્વ ૧૨૩, ૫. ૧૬૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org