________________
પૌરાણિક મહાકાવ્ય
૪૧
તેનો છાયાનુવાદ હશે. તેમ છતાં બંને ગ્રંથોના તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્વાનોએ અનેકવિધ વ્યતિક્રમ, પરિવર્તન, પરિવર્ધન, વિભિન્ન સૈદ્ધાત્તિક માન્યતાઓ વગેરે તથ્યો તરફ ધ્યાન ખેંચ્યું છે. તે ઉપરાંત રવિણનાં કેટલાંય વિવેચનો એટલા તો પલ્લવિત અને પરિવર્ધિત છે કે સંસ્કૃતની આ કૃતિ પ્રાકૃત પઉમરિયમથી દોઢ ગણી કરતાં પણ વધારે છે. તેમ છતાં વિષયની દૃષ્ટિએ તેમાં કોઈ નવીન કથાવસ્તુનો સમાવેશ નથી."
આ બંનેની તુલનાથી જે નિષ્કર્ષ નીકળે છે તે એ છે કે રવિષેણે આ કૃતિને પૂર્ણતઃ દિગંબર પરંપરાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે પઉમરિયમ્ સાંપ્રદાયિકતાથી પર છે યા શ્વેતાંબર-દિગંબર માન્યતાથી અલગ કોઈ ત્રીજી પરંપરા યાપનીયની કૃતિ છે.
જૈન સાહિત્યમાં રામકથાના બે રૂપ મળે છે. એક રૂપ તો વિમલસૂરિના પઉમરિયમાં, પ્રસ્તુત પદ્મચરિતમાં અને હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં, તથા બીજું રૂપ ગુણભદ્રના ઉત્તરપુરાણમાં, પુષ્પદન્તના મહાપુરાણમાં અને કન્નડ ' ચામુંડરાયપુરાણમાં. પહેલું રૂપ અધિકાંશતઃ વાલ્મીકિ રામાયણના જેવું છે જ્યારે બીજું રૂપ વિષ્ણુપુરાણ તથા બૌદ્ધ દશરથજાતક સાથે મળતું આવે છે.
ગ્રન્થકારપરિચય અને રચનાકાળ – આ કૃતિના સર્જકનું નામ રવિષેણ છે. તેમણે પદ્મચરિતના ૧૨૩મા પર્વના ૧૬૭માં પદ્યના ઉત્તરાર્ધમાં પોતાની ગુરુપરંપરાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે – ઇન્દ્રગુરુના શિષ્ય દિવાકર યતિ, દિવાકર યતિના શિષ્ય અહમ્મુનિ, અહમ્મુનિના શિષ્ય લક્ષ્મણસેન અને તેમના શિષ્ય રવિષેણ. પરંતુ રવિષેણે પોતાના સંઘ યા ગણગચ્છનો કોઈ ઉલ્લેખ કર્યો નથી કે ન તો તેમણે સ્થાનાદિની માહિતી આપી છે. પરંતુ સેનાન્સ નામથી અનુમાન થાય છે કે તે સંભવતઃ સેન સંઘના હોય. તેમના ગૃહસ્થજીવન અને તેમની અન્ય રચનાઓના વિષયમાં પણ કંઈ જાણ નથી. નસીબયોગે ગ્રંથકારે તેની રચનાનો સંવત આપી દીધો છે. તે મુજબ મહાવીરનિર્વાણના ૧૨૦૩ વર્ષ ૬ મહિના વીત્યા પછી આ કૃતિ રચાઈ છે. આ સૂચના અનુસાર તેની રચના વિ.સં. ૭૩૪ યા સન્ ૬૭૬ ઈ. માં થઈ છે.
૧. પં. ના. રા. પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૮૭-૧૦૮; પદ્મપુરાણ, પ્રસ્તાવના,
પૃ. ૨૧-૩ર ૨. એજન, પૃ. ૯૩-૯૮ ૩. પર્વ ૧૨૩. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org