________________
પૌરાણિક મહાકાવ્ય
કુવલયમાલાની પ્રસ્તાવનારૂપ ગાથાઓમાં વિમલાંક વિમલસૂરિને યાદ કરવામાં આવ્યા છે અને તેમની ‘અમૃતમય સરસ પ્રાકૃત ભાષા'ની પ્રશંસા કરવામાં આવી છે (કૃતિ પઉમચયનો ઉલ્લેખ નથી પણ લક્ષ્ય તે જ છે). એક અન્ય ગાથા જે નીચે પ્રમાણે છે
बुहयणसहस्सदयियं हरिवंसुप्पत्तिकारयं पढमं । वंदामि वंदियंपि हु हरिवरिसं चेय विमलपयं ॥ (જેનો અર્થ ડૉ. આ. ને. ઉપાધ્યેએ આ પ્રમાણે કર્યો છે પ્રથમ હરિવંશોત્પત્તિકા૨ક હરિવર્ષ કવિની બુધજનોમાં પ્રિય અને વિમલ અભિવ્યક્તિ (પદાવલી)ને કારણે વંદના કરું છું.') તેમાં કેટલાક શબ્દોમાં પરિવર્તન કરીને કેટલાક વિદ્વાનો કલ્પના કરે છે કે એમાંથી ‘હિરવંશચરિયના પ્રથમ રચિયતા વિમલસૂરિ’ એવો ધ્વનિ નીકળે છે. પરંતુ ઉક્ત ગાથાથી વિમલસૂરિનું હરિવંશકર્તૃત્વ સિદ્ધ થતું નથી. ડૉ. ઉપાધ્યેએ ઉક્ત ગાથાની બીજી પંક્તિમાં ‘વિસિં ચેય વિમત્તપર્યં’ના સ્થાને ‘રિવર્સ ચેય વિમતપયં' પરિવર્તિત કરવામાં આપત્તિ આપી છે કે તેમ કરતાં ઉક્ત ગાથામાં ‘હરિવંશ' શબ્દની પુનરાવૃત્તિ થાય છે. બીજી વાત એ છે કે ઉદ્યોતનસૂરિએ પ્રસ્તાવનારૂપ ગાથાઓમાં કાલક્રમથી અજૈન અને જૈન (ધે. તથા દિગં.) કવિઓને યાદ કર્યા છે. ઉક્ત ક્રમમાં વિમલાંક વિમલની પછી તિપુરિસયસિદ્ધ ‘સુપુરુષચરિત'ના સર્જક ગુપ્તવંશી દેવગુપ્ત, પછી પ્રથમ હરિવંશોત્પત્તિકારક હરિવર્ષ, તેના પછી સુલોચનાકથાકાર, યશોધરચરિતકાર પ્રભંજન, વરાંગચરિતકાર જટિલ, પદ્મચરિતકાર રવિષેણ તથા સમરાદિત્યકથાકાર અને પોતાના ગુરુ હિરભદ્રનું સ્મરણ કર્યું છે. જો વિમલસૂરિની હિરવંસ નામની કોઈ રચના હોત તો તેનો ઉલ્લેખ વિમલના ક્રમમાં હોત, પરંતુ એવું નથી. ત્યાં તો એક કવિ અને તેની રચનાના અંતરાળ પછી હિરવંશનો ઉલ્લેખ આવે છે. આ ‘હરિવંસુષ્પત્તિ’ ગ્રન્થ પ્રાકૃતમાં કે સંસ્કૃતમાં પણ હોઈ શકે છે કારણ કે પ્રસ્તાવનારૂપ ગાથાઓમાં પ્રાકૃત અને સંસ્કૃત બંને ભાષાઓના કવિઓનું સ્મરણ કરવામાં આવ્યું છે, તેથી ઉક્ત ગાથામાંથી વિમલસૂરિ કૃત ‘હરિવંસચિરયં' એવો ધ્વનિ કાઢવો સંભવ દેખાતો નથી.
૩૯
સીતારિત આમાં ૪૬૫ પ્રાકૃત ગાથાઓમાં ભુવનતુંગસૂરિએ સીતાનું ચરિત્ર લખ્યું છે. સીતાચરિત્ર ઉપર પ્રાકૃતમાં અજ્ઞાતકર્તૃક બે વધુ રચનાઓ મળે
૧. કુવલયમાલા (સિં. જૈ. ગ્રં. ૪૫),
પૃ. ૩
૨. એજન, ભાગ ૨, પ્રસ્તાવના, પૃ. ૭૬, અને નોટ્સ, પૃ. ૧૨૬
૩. જિનરત્નકોશ, પૃ. ૪૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org