________________
૩૬
જેન કાવ્યસાહિત્ય
ગ્રંથકર્તાએ પોતાના પૂર્વ સ્રોતોને સૂચિત કરતાં કહ્યું છે કે તેમને આ કથાનક પૂર્વ' નામના આગમમાં કથિત અને નામાવલિનિબદ્ધ તથા આચાર્યપરંપરાગત રૂપમાં મળ્યું હતું. જે સૂત્રોને આધારે આ ગ્રંથ રચવામાં આવ્યો છે તેમનો નિર્દેશ ગ્રન્થના પ્રથમ ઉદેશમાં કરવામાં આવ્યો છે, તો પણ ગ્રંથરચનાની પ્રેરણા અંગે જે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે તેમાંથી સંકેત મળે છે કે લેખકની સમક્ષ વાલ્મીકિ રામાયણ અવશ્ય હતું અને તેમાંથી પ્રેરણા લઈને તેમણે પોતાના “પૂર્વ સાહિત્ય અને ગુરુપરંપરાથી પ્રાપ્ત સૂત્રોને પલ્લવિત કરી આ ગ્રન્થનું સર્જન કર્યું છે.
લેખક અનુસાર ગ્રંથની કથાવસ્તુ સાત અધિકારમાં વિભક્ત છે – સ્થિતિ, વંશોત્પત્તિ, પ્રસ્થાન, રણ, લવકુશોત્પત્તિ, નિર્વાણ અને અનેક ભવ. કથાનક જૈન માન્યતા અનુસાર સૃષ્ટિના વર્ણનથી શરૂ થાય છે અને પ્રથમ ૨૪ ઉદેશોમાં ઋષભ વગેરે તીર્થકરોના વર્ણન સાથે ઈક્વાકુવંશ, ચંદ્રવંશની ઉત્પત્તિ દર્શાવતાં વિદ્યાધરવંશોમાં રાક્ષસવંશ અને વાનરવંશોનો પરિચય આપ્યો છે. રામના જન્મથી લંકાથી પાછા ફર્યા પછી તેમનો અભિષેક થયો ત્યાં સુધી અર્થાતું રામાયણનો મુખ્ય ભાગ રૂપથી ૮૬ સુધીના ૬૧ ઉદ્દેશો કે પર્વોમાં આપવામાં આવ્યો છે. ગ્રંથના શેષ ભાગમાં સીતાનિર્વાસન, લવાંગકુશની ઉત્પત્તિ, દેશવિજય અને સમાગમ, પૂર્વભવોનું વર્ણન આદિ વિસ્તારપૂર્વક નિરૂપી અંતે રામને કેવળજ્ઞાન થવું અને નિર્વાણ પ્રાપ્ત થવું એ ઘટનાઓ સાથે ગ્રંથ સમાપ્ત થાય છે.
રામચરિત ઉપર આ એક એવી પ્રથમ જૈન રચના છે જેમાં યથાર્થતાનું દર્શન થાય છે અને જેમાં અનેક ઉટપટાંગ તથા અતાર્કિક વાતોનું નિરસન થયું છે. તેમાં પાત્રોના ચરિત્રચિત્રણમાં પરિસ્થિતિવશ ઉદાત્ત ભૂમિકા રજૂ કરવામાં આવી છે, અને પુરુષ તથા સ્ત્રી ચરિત્રને ઊંચે ઉઠાવવામાં આવ્યાં છે. તેમાં કૈકેયીને ઈર્ષા જેવી દુર્ભાવનાના કલંકમાંથી બચાવવામાં આવી છે. દશરથે વૃદ્ધત્વને કારણે
જ્યારે રાજ્ય છોડી વૈરાગ્ય ધારણ કરવાનો વિચાર કર્યો ત્યારે ગંભીર પ્રકૃતિવાળા ભરતને પણ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. કૈકેયીની સમક્ષ પતિ અને પુત્ર બંનેના વિયોગની સમસ્યા ખડી થઈ અને તેણે ભરતને ગૃહસ્થ જીવનમાં બાંધી રાખવાની ભાવનાથી ભરતને રાજ્યપદ દેવા માટે દશરથ પાસે વર માગ્યો. રામ સ્વેચ્છાએ (દશરથની આજ્ઞાથી નહિ) વનમાં જાય છે. રામને પાછા લાવવા માટે કૈકેયી પોતે વનમાં જાય છે અને રામને કહે છે કે ભરતે હજુ ઘણું બધું શીખવાનું છે. રાજય તો તમારે જ કરવાનું છે. અકસ્માત મારાથી જે થયું તેનો વિચાર ન કરો, ક્ષમા કરો અને અયોધ્યા પાછા ચાલો. આ રીતે બાલિ અને રાવણના ચરિત્ર પણ અહીં ઉદાત્ત દર્શાવ્યાં છે. રાવણને ધાર્મિક અને વ્રતી પુરુષના રૂપમાં આલેખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org