________________
પૌરાણિક મહાકાવ્ય
યા ચતુર્વિંશતિજિનેન્દ્રચરિત્ર, ત્રિષષ્ટિસ્મૃતિ આદિ નામે રચાઈ. આ વિષયનો પ્રાકૃત ગ્રન્થ ‘ચઉપન્નમહાપુરિસરિય’ અને ‘કહાવલિ' પણ ઉલ્લેખનીય છે. સંસ્કૃતમાં વિરચિત હેમચંદ્રાચાર્યનું ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' મહાન આકર ગ્રંથ છે. તેમાં જ અનેક પૌરાણિક મહાકાવ્યોનો સમાવેશ છે. તેના લધુસંસ્કરણરૂપ કેટલીક રચનાઓ મળી છે. તેમનું ક્રમશઃ વિવેચન કરવામાં આવશે.
રામાયણ, મહાભારત તથા મહાપુરાણો પછી અલગ અલગ તીર્થંકરોના જીવનચરિતો અધિક સંખ્યામાં મળે છે, જેમની રચના ૧૦મીથી ૧૮મી શતાબ્દી સુધીમાં થઈ છે. તેમનું વિવેચન પણ ક્રમશઃ કરવામાં આવશે.
૩૫
રામવિષયક પૌરાણિક મહાકાવ્ય
પઉમચરિય – પ્રાકૃત ભાષામાં નિબદ્ધ આ કૃતિ જૈન પુરાણસાહિત્યમાં સૌથી પ્રાચીન કૃતિ છે. તેમાં જૈન માન્યતા અનુસાર રામકથાનું વર્ણન છે. આ ગ્રંથ ૧૧૮ અધિકારોમાં વિભક્ત છે. તેમાં કુલ ૮૬૫૧ ગાથાઓ છે. તે બાર હજાર શ્લોકપ્રમાણ છે.
તેમાં રામનું નામ પદ્મ છે. તેમાં રામ નામનો પ્રયોગ પણ દેખાય છે. આ ગ્રંથ રચવામાં ગ્રંથકારનો મૂળ ઉદ્દેશ એ હતો કે તે પ્રચલિત રામકથાના બ્રાહ્મણ રૂપ સમાન પોતાના સંપ્રદાયના લોકો માટે રામકથાનું જૈન રૂપ રજૂ કરે. ઘણી બાબતોમાં તેમની રામકથા વાલ્મીકિ રામાયણથી ભિન્ન છે. લાગે છે કે વિમલસૂરિની સમક્ષ રામકથા સંબંધી કેટલીક એવી સામગ્રી પણ હતી જે વાલ્મીકિ રામાયણમાં ઉપલબ્ધ ન હતી કે કંઈક જુદી હતી, જેમકે રામનો સ્વેચ્છાપૂર્વક વનવાસ, સ્વર્ણમૃગની અનુપસ્થિતિ, સીતાનો ભાઈ ભામંડલ, રામ અને હનુમાનના અનેક વિવાહ, સેતુબંધનો અભાવ વગેરે. આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં રાવણ, કુંભકર્ણ અને સુગ્રીવ, હનુમાન વગેરે રાક્ષસો અને વાનરોને દૈત્યો અને પશુઓના રૂપમાં ચીતરવામાં નથી આવ્યા પરંતુ તેમને સુસંસ્કૃત મનુષ્યોના રૂપમાં આલેખવામાં આવ્યા છે.
૧. પ્રાકૃત ગ્રન્થ પરિષદ્, વારાણસી, ૧૯૬૨. ગ્રંથનું નામ પ્રત્યેક સર્ગના અંતે ‘પઉમરિયમ્’ આપવામાં આવ્યું છે. તેને ક્યારેક ક્યારેક રાઘવચરિત, રામદેવરત અને રામારવિન્દચરિત પણ કહેવામાં આવેલ છે. આ ઉપરાંત તેને પુરાણ સંજ્ઞા પણ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org