________________
૩૪
જૈન કાવ્યસાહિત્ય
પઉમરિયમ્, દેવગુરૂનું સુપુરુષચરિત, હરિવર્ષની હરિવંશોત્પત્તિ, સુલોચનાકથા, રાજર્ષિ પ્રભંજનનું યશોધરચરિત વગેરે અનેક કવિઓ અને રચનાઓનો ઉલ્લેખ કર્યો છે, તેમાંથી અમુક જ મળી શકી છે જ્યારે અનેક મળી શકી નથી. તેવી જ રીતે સંપદાસગણિનો વસુદેવહિડી ગ્રન્થ ખંડિત મળ્યો છે. ભદ્રબાહુકૃત વસુદેવચરિતનો કેવળ ઉલ્લેખ જ મળે છે. કવિ પરમેષ્ઠિકૃત “વાગર્થસંગ્રહ' તથા ચતુર્મુખનું “પહેમચરિલ' અને હરિવંશપુરાણ આજ સુધી અનુપલબ્ધ છે. જે ઉપલબ્ધ છે તેમનો જ પરિચય આપવામાં આવશે.
ભારતીય સાહિત્યમાં કેટલાંક એવાં રાષ્ટ્રીય ચરિત્ર છે જે બધા જ વર્ગોને રુચિકર છે. રામ અને કૃષ્ણ તથા કૌરવ-પાંડવોનાં ચરિત્ર આ પ્રકારનાં છે. તેમની કથાવસ્તુને લઈને રામાયણ, મહાભારત અને હરિવંશપુરાણનું સર્જન થયું છે. વાલ્મીકિ રામાયણ આદિકાવ્ય મનાય છે. જૈનોનાં પૌરાણિક મહાકાવ્ય પણ આ રાષ્ટ્રીય ચરિત્રોને લઈને શરૂ થાય છે. આ ક્રમમાં વિ.સં.પ૩૦માં રચાયેલું વિમલસૂરિનું પઉમચરિયું પ્રાકૃતમાં લખાયેલું પ્રથમ જૈન મહાકાવ્ય છે. તેના આધારે કેટલીક સંસ્કૃત-પ્રાકૃત રચનાઓ પણ થઈ છે. તેવી જ રીતે કૌરવ-પાંડવોના ચરિતને લઈને જિનસેને શક સં. ૭૦પમાં હરિવંશપુરાણની રચના કરી. તેના અનુકરણ રૂપે પછીની શતાબ્દીઓમાં પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃતમાં કેટલીય કૃતિઓનું સર્જન થયું. રામાયણ અને મહાભારત વિષયક રચનાઓ પછી કાળની દૃષ્ટિએ મહાપુરાણોનો ક્રમ આવે છે જેમાં ત્રિષષ્ટિશલાકા પુરુષોનાં ચરિતો વર્ણિત છે. તેમનો પ્રારંભ જિનસેન-ગુણભદ્રનાં મહાપુરાણ-ઉત્તરપુરાણથી (૯મી શતાબ્દીનો ઉત્તરાર્ધ) થાય છે. તેમનો આધાર લઈને કેટલીય રચનાઓ એ નામે કે પુરાણસારસંગ્રહ
૧. તેમનો ઉલ્લેખ જૈન આગમોમાં અર્થાત્ સમવાયાંગ, જ્ઞાતાધર્મકથા, કલ્પસૂત્ર,
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, આવશ્યકનિયુક્તિચૂર્ણિ, વિશેષાવશ્યકભાષ્ય અને વસુદેવહિડીમાં મળે છે. ત્યાં તેમને “ઉત્તમ પુરુષ'ની સંજ્ઞા આપી છે. પરંતુ પછી “શલાકાપુરુષ' સંજ્ઞા રૂઢ થઈ. આ શલાકાપુરુષોની સંખ્યા જિનસેન અને હેમચન્દ્ર ૬૩ આપી છે. સમવાયાંગ (સૂ. ૧૩૨)માં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ નારાયણ, ૯ બલદેવને જ “ઉત્તમ પુરુષ માની ૫૪ સંખ્યા આપી છે પરંતુ તેમાં ૯ પ્રતિનારાયણોને ઉમેરતાં ૬૩ સંખ્યા થાય છે. ભદ્રેશ્વરે પોતાની “કહાવલિ'માં ૯ નારદોની સંખ્યા ઉમેરી શલાકાપુરુષોની સંખ્યા ૭ર આપી છે. હેમચન્દ્ર “શલાકાપુરુષ'નો અર્થ “નાતરેરવા.” કર્યો છે અને ભદ્રેશ્વરસૂરિએ “સમ્યક્તરૂપ શલાકાથી યુક્ત' એવો અર્થ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org