________________
પૌરાણિક મહાકાવ્ય
૩૩
(૧૫) શાસ્ત્રીય નિયમો અનુસાર “વલ્પો મહાવ્યમ્' અર્થાત્ મહાકાવ્ય સર્ચબદ્ધ હોવું જોઈએ. અધિકાંશ પૌરાણિક મહાકાવ્ય સર્ચબદ્ધ છે, પરંતુ કેટલાંક મહાકાવ્યોની કથાનું વિભાજન ઉત્સાહ, પર્વ, લંભક વગેરે નામોવાળા વિભાગોમાં થયું છે.
(૧૬) આ પૌરાણિક મહાકાવ્યો શિક્ષિત અને પંડિત વર્ગની અપેક્ષાએ વિશેષતઃ જનસાધારણને ધ્યાનમાં રાખી રચાયાં છે. તેથી તેમની ભાષા સરલ અને સ્વચ્છંદી છે. ૧૩મી-૧૪મી શતાબ્દી તથા તેના પછીના સમયનાં મહાકાવ્યોમાં કહેવતો, લોકોક્તિઓ તથા દેશી શબ્દોના પ્રયોગોથી ભાષા વ્યાવહારિક અને બોલચાલની ભાષા જેવી બની ગઈ છે.
(૧૭) આ મહાકાવ્યોમાં અનુષ્પ છંદનો પ્રયોગ અધિક થયો છે. અન્ય છંદોમાં ઉપજાતિ, માલિની, વસન્તતિલકા, વગેરે મુખ્ય છંદોનો પ્રયોગ બહોળો થયો છે. તેમાં અનેક પ્રકારના અર્ધસમ અને વિષમ વર્ણિક છંદો તથા અપ્રચલિત છંદોનો પ્રયોગ પણ થયો છે, જેમાં ષટ્રપદી, કુંડલિક, આખ્યાનકી, વૈતાલીય, વેગવતીનાં નામો ઉલ્લેખનીય છે. વણિક છંદોમાં છંદશાસ્ત્રના નિયમ અનુસાર જ્યાં જ્યાં યતિનું વિધાન છે ત્યાં અત્યાનુપ્રાસના પ્રયોગ વડે છંદને નવીન રૂપ આપવામાં આવ્યું છે. કેટલાંક મહાકાવ્યોમાં માત્રિક છંદોનો પ્રયોગ અધિક થયો છે, પરંતુ ક્યાંક ક્યાંક આ છંદોમાં અત્યાનુપ્રાસના પ્રયોગથી છંદોમાં ગેયતા ગુણ અધિક . આવ્યો છે અને લયમાં ગતિશીલતા પણ આવી છે. આ અન્યાનુપ્રાસ પ્રત્યેક ચરણના અંતમાં જ નહિ પરંતુ ચરણના મધ્યમાં પણ મળે છે. પ્રતિનિધિ રચનાઓ અને તેમના ઉપર આધારિત સંક્ષિપ્ત કૃતિઓ
જૈન પૌરાણિક મહાકાવ્યોનો પરિચય દેવાના ક્રમમાં અમારી પદ્ધતિ નીચે મુજબ રહેશે. સૌપ્રથમ અમે તે પ્રતિનિધિ રચનાઓનું વિવેચન કરીશું જે ઉત્તરવર્તી પૌરાણિક કાવ્યોનો આધાર છે, સ્રોત છે, ઉપાદાન છે. પ્રત્યેક પ્રતિનિધિ રચનાની સાથે તેના આધાર ઉપર રચાયેલી સંક્ષિપ્ત કૃતિઓનું પણ વિવરણ આપવામાં આવશે, જેથી એક એકનું ચિત્ર સામે આવતું જાય. ત્યાર પછી અલગ અલગ તીર્થકરો અને અન્ય શલાકાપુરુષોનાં ચરિતોનું વિવરણ આપવામાં આવશે અને એ જ રીતે અન્ય પ્રભાવક આચાર્યો અને પુરુષોનાં ચરિતોનાં વિવરણ પણ.
જૈન મહાકાવ્યોની અનેક પ્રતિનિધિ રચનાઓ આજ સુધી અનુપલબ્ધ છે. દાક્ષિણ્યાંક આચાર્ય ઉદ્યોતનસૂરિએ પોતાની કુવલયમાલા’ કથાની પ્રસ્તાવનામાં પાદલિપ્તની તરંગવતી, પપર્ણક કવિઓની રચના ગાથાકોશ, વિમલાંકનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org