________________
૩૨
જૈન કાવ્યસાહિત્ય
(૮) અધિકાંશ મહાકાવ્યોમાં મૂળ કથાની સાથે અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે, આ કારણે કથાનકમાં શિથિલતા જણાય છે. તેમ છતાં આ અવાન્તર કથાઓમાં પ્રચલિત લોકકથાઓનું પ્રચુર માત્રામાં દર્શન થાય છે. આ અવાન્તર કથાઓ કોઈ કોઈ વાર તો એક તૃતીયાંશ કે અડધાથી પણ અધિક ભાગને રોકે છે.
(૯) રચનાવિન્યાસમાં પ્રારંભ પ્રાયઃ એકસરખો દેખાય છે – જેમ કે તીર્થકરોની સ્તુતિ, પૂર્વકવિઓ અને વિદ્વાનોનું સ્મરણ, સજ્જન-દુર્જન ચર્ચા, દેશ, નગર, રાજા, રાણીનું વર્ણન, તીર્થકર કે મુનિનું નગરની બહાર ઉદ્યાનમાં આગમન, રાજા કે નગરજનોનું ત્યાં આગમન, ઉપદેશ સાંભળવો અને સંવાદરૂપ પુકથાનું વર્ણન.
(૧૦) શાસ્ત્રીય મહાકાવ્યોચિત વર્યુ વિષયોમાં નદી, પર્વત, સાગર, પ્રાતઃ, સંધ્યા, રાત્રિ, ચંદ્રોદય, સુરાપાન, સુરતિ, જલક્રીડા, ઉદ્યાનક્રીડા, વસન્ત વગેરે ઋતુ, શારીરિક સૌન્દર્ય, જન્મ, વિવાહ, યુદ્ધ અને દીક્ષા વગેરેના વર્ણન દ્વારા સમગ્ર જીવનનું ચિત્ર ઊભું કરવામાં આવે છે.
(૧૧) આ મહાકાવ્યોમાં અલૌકિક અને અપ્રાકૃત તત્ત્વોની પ્રધાનતા જણાય છે. તેઓ દિવ્યલોકો, દિવ્યપુરુષો, દિવ્યયુગોની કલ્પનાથી ઉભરાય છે, સાથે સાથે જ સમયે સમયે વિદ્યાધર, યક્ષ, ગન્ધર્વ, દેવ, રાક્ષસ વગેરેની ઉપસ્થિતિથી પાત્રોને સહાય કરવામાં આવી છે. તેમની ઉપસ્થિતિનો સંબંધ પૂર્વભવોનાં કર્મો સાથે જોડી તે અસ્વાભાવિકતાને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
(૧૨) આ મહાકાવ્યોમાં અનેક પ્રેમાખ્યાનક કાવ્યો છે જેમની અંદર પ્રેમ, મિલન, દૂતપ્રેષણ, સૈનિક અભિયાન, નગરાવરોધ, યુદ્ધ અને વિવાહને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
(૧૩) પૌરાણિક મહાકાવ્યોમાં મહાકાવ્યની પરંપરાથી વિપરીત ક્યાંક ક્યાંક ક્ષત્રિયકુલોત્પન્ન ધીરાદાત્ત રાજાને નાયક ન બનાવી તેના બદલે મધ્યમ શ્રેણીના વણિકુ આદિ પુરુષોને અને ક્યાંક સ્ત્રીને પ્રમુખ પાત્રના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે.
(૧૪) આ મહાકાવ્યો રસની દૃષ્ટિએ અધિકાંશ શાન્તરસપર્યવસાયી છે. તથાપિ તેમનામાં આવશ્યકતા અનુસાર શૃંગાર, વીર, રૌદ્ર, ભયાનક રસોનું વર્ણન છે, પરંતુ પ્રધાનતા તો શાન્તરસને જ આપવામાં આવી છે. જીવનની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી અન્ને કોઈ મુનિનો ઉપદેશ સાંભળી જીવન અને સંસારથી વિરક્તિ દર્શાવવી, સંક્ષેપમાં આ જ બધા પૌરાણિક મહાકાવ્યોનું લક્ષ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org