________________
પ્રકરણ ૨
પૌરાણિક મહાકાવ્ય જૈન પૌરાણિક મહાકાવ્યોની પ્રમુખ વિશેષતાઓ અને પ્રવૃત્તિઓ
(૧) જૈન પૌરાણિક મહાકાવ્યોની કથાવસ્તુ જૈનધર્મના શલાકાપુરુષો – તીર્થકર, રામ, કૃષ્ણ વગેરે ૬૩ મહાપુરુષોનાં જીવનચરિતોને લઈને નિબદ્ધ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય ધાર્મિક પુરુષોનાં જીવનચરિતો પણ તેમાં વર્ણવવામાં આવ્યાં છે. કોઈ કોઈ વાર વ્રત, તીર્થ, પંચ નમસ્કાર વગેરેનું માહાભ્ય દર્શાવવા માટે પણ મહાકાવ્યની રચના કરવામાં આવી છે. આ મહાકાવ્યોને પુરાણ, ચરિત કે માહાભ્ય મહાકાવ્યના નામથી પણ ઓળખવામાં આવે છે.
(૨) આ જીવનચરિતોનાં મૂળ જૈન આગમો અને ભાષ્યો તથા પ્રાચીન પુરાણોમાં છે. કથાનકમાં કલ્પના દ્વારા પણ પરિવર્તન કરવાની ચેષ્ટા કરવામાં આવી નથી.
(૩) આ બધાં મહાકાવ્યો ધાર્મિક છે. કથાના માધ્યમથી ધર્મોપદેશ આપવાનો તેમનો ઉદ્દેશ છે. તેથી તેમનામાં કાવ્યરસ ગૌણ અને ધર્મભાવ પ્રધાન છે. આત્મજ્ઞાન, સંસારની નશ્વરતા, વિષયત્યાગ, વૈરાગ્યભાવના, શ્રાવકોના આચાર વગેરેનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ માટે આદર્શોની યોજના આ કૃતિઓના મુખ્ય વિષયો છે.
(૪) કર્મફળની અનિવાર્યતા દેખાડવા માટે ચરિતનાયકો અને અન્ય પાત્રોના પૂર્વભવોની કથા મૂલ કથાના આવશ્યક અંગ રૂપે કહેવામાં આવે છે.
(૫) અનેક મહાકાવ્યોમાં સ્તોત્રોની યોજના કરવામાં આવી છે. સ્તોત્રોમાં તીર્થકરો કે પૌરાણિક પુરુષો કે મુનિઓની સ્તુતિ કરવામાં આવી છે. કોઈ કોઈ મહાકાવ્યમાં તીર્થસ્થાનો અને વ્રતોનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે.
(૬) કેટલાંય મહાકાવ્યોમાં બ્રાહ્મણ, બૌદ્ધ, ચાર્વાક વગેરે દર્શનના સિદ્ધાન્તોનું ખંડન અને જૈન દર્શનનું સ્થાપન કરવામાં આવ્યું છે.
(૭) કેટલાંક મહાકાવ્ય ભાવાત્મક કામ, મોહ, અહંકાર, અજ્ઞાન, રાગ વગેરે તત્ત્વોને પ્રતીકયોજના દ્વારા પાટાના રૂપમાં પ્રસ્તુત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org