________________
૩૦
(૪) કર્મ-ફલનો સંબંધ દર્શાવવા માટે પ્રાયઃ બધાં જૈન મહાકાવ્યોમાં પૂર્વભવની કથાઓ અને અવાન્તર કથાઓની યોજના કરવામાં આવી છે.
જૈન કાવ્યસાહિત્ય
(૫) જૈન મહાકાવ્યોમાં કવિસમયસમ્મત વર્જ્ય વિષયોનાં વર્ણનો અર્થાત્ સંધ્યા, રાત્રિ, સૂર્યોદય, ઋતુ, વન, પર્વત, જલક્રીડા વગેરેનાં વર્ણનો કોઈ વાર મૂળ કથામાં તો કોઈ વાર અવાન્તર કથાઓમાં આપવામાં આવે છે. અમરચંદ્રસૂરિએ તો વર્જ્ય વિષયોના ઉપવર્જ્ય વિષયોને બતાવીને વસ્તુવર્ણનને વધારી દીધું છે.
(૬) જૈન મહાકાવ્યોએ રસને મૂળ તત્ત્વ માન્યું છે. અધિકાંશ જૈન મહાકાવ્યોમાં શાન્ત રસની જ પ્રધાનતા છે; શૃંગાર, વીર વગેરેને ગૌણ સ્થાન અપાયું છે.
(૭) જૈન મહાકાવ્યોમાં આવશ્યકતા અનુસાર અલંકારોનો ઉપયોગ થયો છે. વાગ્ભટે અલંકારોને મહાકાવ્યનાં પ્રમુખ લક્ષણોમાં સ્થાન આપ્યું નથી.
(૮) જૈન મહાકાવ્યોમાં અનેકની ભાષાશૈલી પ્રૌઢ છે પરંતુ અધિકાંશ પૌરાણિક મહાકાવ્યોની ભાષા ગરિમાપૂર્ણ નથી. તેમની અંદર પ્રાકૃત, અપભ્રંશ, દેશી શબ્દોના સંમિશ્રણો જણાય છે.
(૯) જૈન મહાકાવ્યોનો ઉદ્દેશ ખાસ કરીને ધર્મના ફળને દર્શાવવાનો છે તો પણ તેમાં ત્રિવર્ગનાં અર્થાત્ ધર્મ, અર્થ અને કામનાં ફળોની ચર્ચા છે અને છેવટનું ફળ મોક્ષપ્રાપ્તિ છે એમ દર્શાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org