________________
પૌરાણિક મહાકાવ્ય
૩૭
આવેલ છે. તે સીતાનું અપહરણ તો કરી જાય છે પણ તેણે તેની ઈચ્છા વિરુદ્ધ બલાત્કાર કરવાનો વિચાર કે પ્રયત્ન કર્યો નહિ કારણ કે તેણે કોઈ પણ સ્ત્રી સાથે તે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સંભોગ ન કરવાનું વ્રત લઈ રાખ્યું હતું. તે સીતાને પાછી મોકલી દેવા ઈચ્છતો હતો પરંતુ લોકોની નજરમાં પોતે ડરપોક તરીકે ખપે એવા ભયને કારણે તેણે તેમ ન કર્યું. તેનો વિચાર યુદ્ધમાં રામ-લક્ષ્મણ ઉપર વિજય મેળવીને પછી વૈભવ સાથે સીતાને પાછી સોંપવાનો હતો.
પઉમચરિયું રામચરિત ઉપરાંત અનેક કથાઓનો આકર છે. તેમાં અનેક અવાન્તર કથાઓ આપવામાં આવી છે તથા પરંપરાગત અનેક કથાઓને યથોચિત પરિવર્તન સાથે પ્રસંગનુકૂળ બનાવવામાં આવેલ છે અને કેટલીક નવી જ કથાઓનું સર્જન કરવામાં આવ્યું છે.
જો વાલ્મીકિ રામાયણ સંસ્કૃત સાહિત્યનું આદિકાવ્ય છે તો પઉમચરિયું પ્રાકૃત સાહિત્યનું. તેની ભાષા મહારાષ્ટ્ર પ્રાકૃત છે. તેમાં દેશ, નગર, નદી, સમુદ્ર, અટવી, ઋતુ, શરીરસૌન્દર્યનાં વર્ણનો મહાકાવ્યોચિત છે. શૃંગાર, વીર અને કરુણ રસોની સુચારુ અભિવ્યક્તિ પણ સ્થાને સ્થાને થઈ છે તથા ઉચિત સ્થાનો ઉપર ભયાનક, રૌદ્ર, બીભત્સ, અદ્ભુત અને હાસ્ય રસનાં ઉદાહરણો પણ મળે છે. વર્ણનને અનુરૂપ ભાષા ઓજ, માધુર્ય અને પ્રસાદ ગુણોથી યુક્ત બનતી ગઈ છે. ઉપમા વગેરે અલંકારોનો પ્રયોગ પણ પ્રચુર માત્રામાં દેખાય છે તથા ગાથા છંદ ઉપરાંત ઉદેશોના મધ્યમાં સંસ્કૃતના છન્દો ઉપજાતિ, ઈન્દ્રવજા, ઉપેન્દ્રવજા, માલિની, વસન્તતિલકા, રુચિરા, શાર્દૂલવિક્રીડિત વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
પઉમચરિયના અન્ત પરીક્ષણ દ્વારા આપણને ગુપ્ત-વાકાટક યુગની અનેક પ્રકારની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રી મળે છે. તેમાં વર્ણિત અનેક જનજાતિઓ, રાજ્યો અને રાજનૈતિક ઘટનાઓનો તત્કાલીન ભારતીય ઈતિહાસ સાથે સંબંધ સ્થાપિત કરવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના કિલકિલો અને શ્રીપર્વતીયોનો ઉલ્લેખ છે તથા આનન્દવંશ અને ક્ષત્રપ રુદ્રભૂતિનો પણ ઉલ્લેખ છે. ઉજ્જૈન અને દશપુરના રાજાઓ વચ્ચેના સંઘર્ષનું તથા ગુપ્ત રાજા કુમારગુપ્ત અને મહાક્ષત્રયો વચ્ચેના સંઘર્ષનું સૂચન પણ તેમાં મળે છે. તેમાં નંદ્યાવર્તપુરનો ઉલ્લેખ છે જેનું સામ્ય વાકાટકોની રાજધાની નન્દિવર્ધન સાથે સ્થાપવામાં આવે છે. ૧ ૧. આ આધારો ઉપરથી તેના રચનાકાળનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org