________________
પપ૪
જેન કાવ્યસાહિત્ય
જૈન પાદપૂર્તિસાહિત્ય
ઉક્ત દૂતકાવ્યોના પરિશીલનથી આપણને જાણવા મળે છે કે પાર્વાન્યુદય, શીલદૂત, નેમિદૂત, ચન્દ્રદૂત અને મેઘદૂતસમસ્યાલેખ આદિ પાદપૂર્તિ યા સમસ્યાપૂર્તિ કાવ્યપ્રકાર અંતર્ગત જ આવે છે. આ કાવ્યપ્રકારને વિકસિત કરવામાં જૈન કવિઓએ બહુ મોટો ફાળો આપ્યો છે. આ કારણે જ જૈન કાવ્યોમાં બહુવિધ અને બહુસંખ્યક પાદપૂર્તિકાવ્યો મળે છે. સંભવતઃ જૈનેતર સાહિત્યમાં આવાં કાવ્યો બહુ જ ઓછાં છે.
પાદપૂર્તિકાવ્યની રચના કરવી એ કંઈ સહેલું કામ નથી. આ વિશિષ્ટ કાર્યમાં મૂળ કાવ્યના મર્મને હૃદયંગમ કરવાની સાથે સાથે કર્તામાં ઉત્કૃષ્ટ કવિત્વશક્તિ, અસાધારણ પાંડિત્ય, ભાષા ઉપર પૂર્ણ પ્રભુત્વ અને નવીન અર્થોને ઉદ્દભાવન કરનારી પ્રતિભાની પરમ આવશ્યકતા છે. તે આવશ્યકતા એટલા માટે પણ છે કેમકે બીજાની પદાવલિઓને તેમના ભાવ, અર્થ અને લાલિત્યના ગુણો સાથે પોતાના ઢાંચામાં ઢાળવાનું કામ અતિ દુષ્કર અને ઉલઝનોથી ભર્યું છે અને તેમાં સફળ થવા માટે ઉપર દર્શાવેલા ગુણો હોવા બહુ જ જરૂરી છે. જે કવિ મૂળ પદોના ભાવોની સાથે પોતાના ભાવોનું જેટલું અધિક સુન્દર સમિશ્રણ કરી શકે છે અને એવા કાર્યમાં સહજ પ્રાપ્ત થનારી ક્લિષ્ટતા અને નીરસતાથી પોતાના કાવ્યને બચાવી શકે છે તે કવિ તેટલી જ અધિક માત્રામાં સફળ બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે છે. જે પાદપૂર્તિકાવ્યને વાંચતી વખતે કાવ્યમર્મજ્ઞ પણ પાદપૂર્તિનું ભાન ભૂલી જઈને મૌલિક ઉત્કૃષ્ટ કાવ્યના રસાસ્વાદનો આનન્દ અનુભવવા લાગે તે પાદપૂર્તિકાવ્યનો કવિ જ સફળ ગણાય.
જૈન કવિઓમાં પાદપૂર્તિકાવ્યના નિર્માણની સૂઝ ક્યારથી આવી, તે કહી નથી શકતા પરંતુ આ દિશામાં સૌપ્રથમ જિનસેનાચાર્યનું પાર્વાક્યુદય કાવ્ય ઈ.સ. નવમી શતાબ્દીનું છે. તેનું વર્ણન આપણે પહેલાં કરી દીધું છે. તેના પછી પંદરમી સદી પહેલાંનું એવું કોઈ કાવ્ય મળતું નથી. ૧૫-૧૭મી સદીમાં આ પ્રકારનાં કાવ્યોમાં ઉત્તરોત્તર વધારો થયો છે અને અઢારમી સદીમાં તો તેનો પૂરો વિકાસ થયો જણાય છે. વીસમી સદીમાં પાદપૂર્તિકાવ્ય કેવળ ગુરુસ્તુતિપરક જ રચાયાં
જૈન પાદપૂર્તિકાવ્યોને આપણે સુવિધાની દૃષ્ટિએ નીચે પ્રમાણે વિભક્ત કરી શકીએ છીએ :
(૧) મેઘદૂતની પાદપૂર્તિનાં કાવ્યો : આ કાવ્યોનું વિવરણ આપણે દૂતકાવ્યોમાં રજૂ કરી દીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org