SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય (૨) શિશુપાલવધની સમસ્યાપૂર્તિ : ઉદાહરણાર્થ, મહોપાધ્યાય મેઘવિજયકૃત દેવાનન્દાભ્યુદય', આનું વિવરણ પણ આપણે આપી દીધું છે. તેમાં માઘ કવિના શિશુપાલવધના પ્રત્યેક શ્લોકના અંતિમ ચરણને લઈને બાકીનાં ત્રણ ચરણો મેઘવિજયે પોતે નવાં રચીને સાત સર્ગોવાળી આ કાવ્યરચના કરી છે. ૫૫૫ (૩) નૈષધકાવ્યની સમસ્યાપૂર્તિ : ઉદાહરણાર્થ, પૂર્વોક્ત મેઘવિજયકૃત શાન્તિનાથચરિત્ર. તેમાં નૈષધકાવ્યના પ્રથમ સર્ગના સમસ્ત પઘોનાં ચરણોની (કેવળ ૨૮મા પદ્યના ચોથા પાદ સિવાય) પાદપૂર્તિ કરીને છ સર્ગોવાળું કાવ્ય રચવામાં આવ્યું છે. નૈષધના પ્રથમ ચરણને પ્રથમ ચરણમાં, બીજાને બીજામાં, ત્રીજાને ત્રીજામાં, અને ચોથાને ચોથામાં નિયોજિત કરીને પ્રથમ સર્ગને પૂર્ણતઃ સમાવિષ્ટ કરી દીધો છે. એટલું જ નહિ, પણ આ કાવ્યમાં ક્યાંક ક્યાંક નૈષધીયકાવ્યના એક જ ચરણને ભિન્ન ભિન્ન અર્થોની અપેક્ષાથી બે-બે ત્રણ-ત્રણ વાર પણ પૂરિત યા નિયોજિત ક૨વામાં આવેલ છે. (૪) જૈન સ્તોત્રોની પાદપૂર્તિ : ઉદાહરણાર્થ, ૧. પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્રની સમસ્યાપૂર્તિ તેનું વિવરણ અમે સ્તોત્રસાહિત્યમાં આપીશું. ૨. કલ્યાણમન્દિરસ્તોત્રની સમસ્યાપૂર્તિ જેમ કે ભાવપ્રભસૂરિકૃત જૈનધર્મવરસ્તોત્ર, પાર્શ્વનાથસ્તોત્ર, વિજયાનન્દસૂરીશ્વરસ્વતન, વીરસ્તુતિ વગેરે. ૩. ઉવસગ્ગહરસ્તોત્રની પાદપૂર્તિ ૪ ૪. પ્રસિદ્ધ વિભિન્ન જૈન સ્તુતિઓની પાદપૂર્તિ. ૫ (૫) જૈનેતર સ્તોત્ર-વ્યાકરણાદિની પાદપૂર્તિ : જેમ કે ૧. શિવમહિમ્નસ્તોત્રની પાદપૂર્તિમાં રત્નશેખરસૂરિકૃત ઋષભમહિમ્નસ્તોત્ર. ૨. કલાપવ્યાકરણસંધિગર્ભિત ૧. સિંઘી જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૩૭ ૨. પં. હરગોવિંદદાસ દ્વારા સંશોધિત અને વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા દ્વારા ૧૯૧૮માં પ્રકાશિત ૩. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, ગ્રન્થાંક ૮૦; જૈન સત્યપ્રકાશ, વર્ષ ૫, અંક ૧૨માં પ્રકાશિક શ્રી અગરચંદ નાહટાનો લેખ. ૪. જૈન સ્તોત્ર તથા સ્તવનસંગ્રહ અર્થસહિત ૧૯૦૭માં પ્રકાશિત ૫. શ્રી અગરચંદ નાહટાનો લેખ – શ્રી મહાવીરસ્તવન (સંસા૨દાવા પાદપૂર્તિરૂપ), જૈન સત્યપ્રકાશ, ૫. ૧૦ તથા નાહટાલિખિત ભવારિવારણ પાદપૂર્ત્યાદિ સ્તોત્રસંગ્રહની પ્રસ્તાવના. ૬. જિનરત્નકોશ, પૃ. ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy