SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય પ૬૩ અઢારમી સદીનું ત્રીજું દૂતકાવ્ય ઈન્દુબૂત છે. તેમાં મન્દાક્રાન્તાવૃત્તમાં ૧૩૧ શ્લોકો છે. આ કોઈ સમસ્યાપૂર્તિકાવ્ય નથી પરંતુ સ્વતંત્ર રચના છે. તેમાં જોધપુરમાં ચાતુર્માસ રહેલા વિનયવિજયગણિએ સૂરતમાં ચાતુર્માસ રહેલા પોતાના ગુરુ વિજયપ્રભસૂરિ પાસે ચન્દ્રમાને દૂત બનાવીને સાંવત્સરિક ક્ષમાપના સંદેશ અને અભિનન્દન મોકલ્યા હતા. તેમાં જોધપુરથી સૂરત સુધી માર્ગમાં આવતાં જૈન મંદિરો અને તીર્થોનું વર્ણન પણ ઘણું આવ્યું છે, આ એક પ્રકારનું વિજ્ઞપ્તિપત્ર છે. કાવ્યની ભાષા પ્રવાહમય અને પ્રસાદપૂર્ણ છે. તેમાં કવિની વર્ણનશક્તિ અને ઉદાત્ત ભાવોનું દર્શન પ્રચુર માત્રામાં થાય છે. દૂતકાવ્યની પરંપરામાં આ પ્રકારના કાવ્યનો પ્રયોગ નવીન છે. ઈન્દુદ્દતની કોટિનું બીજું કાવ્ય “મથુરદૂત છે. તે વિ.સં.૧૯૯૩માં રચાયું છે. તેમાં ૧૮૦ શ્લોકો છે. તેમાંથી અધિકાંશ શિખરિણી છંદમાં રચાયેલા છે. તેના કર્તા ધુરંધરવિજય છે. તેમાં કપડવંજમાં ચાતુર્માસ રહેલા વિજયામૃતસૂરિએ જામનગરમાં રહેલા પોતાના ગુરુ વિજયનેમિસૂરિ ઉપર વંદના અને ક્ષમાપનાસંદેશ મોકલ્યો, તે કથાવસ્તુ છે. તેમાં દૂત તરીકે મયૂરને પસંદ કરવામાં આવેલ છે. અહીં મયૂરનું વર્ણન કાવ્યદૃષ્ટિએ બહુ મહત્ત્વનું છે. તેમાં કપડવંજથી જામનગર સુધીના માર્ગમાં આવતાં સ્થાનો અને તીર્થોનું ભૌગોલિક વર્ણન પણ કરવામાં આવ્યું. છે. ઉક્ત દૂતકાવ્યો ઉપરાંત બીજા કેટલાંક દૂતકાવ્યોની પણ જાણકારી ગ્રન્થભંડારોની સૂચીઓમાંથી મળે છે, જેમ કે જખૂકવિનું ઈન્દ્રદૂત. તે માલિની છંદોમાં નિબદ્ધ ૨૩ શ્લોકોનું કાવ્ય છે. તેમાં અંત્ય ચમકને પ્રત્યેક પદ્યમાં ચિત્રિત કરવામાં આવેલ છે. વિનયપ્રભ દ્વારા સંકલિત ચન્દ્રદૂત અને અજ્ઞાતકર્તક મનોદૂત" પણ સૂચીઓમાં નોંધાયેલાં છે. ૧. જૈન સાહિત્યવર્ધક સભા, શિરપુર (પશ્ચિમ ખાનદેશ), ૧૯૪૬; કાવ્યમાલા, ગુચ્છક ૧૪. ૨. જૈન ગ્રન્થ પ્રકાશક સભા, ગ્રન્થાંક પ૪, અમદાવાદ, વિ.સં. ૨૦૦૦ ૩. Notices of Sanskrit Mss, Vol.11, p. 158; જિનરત્નકોશ, પૃ. ૪૬૪ 8. Third Report of Operations in Search of Sanskrit Mss., Bombay Circle, p.292; જિનરત્નકોશ, પૃ. ૪૬૪ ૫. જૈન ગ્રન્થાવલી, પૃ. ૩૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy