________________
૪૮૪
જેન કાવ્યસાહિત્ય
અભયનદિના શિષ્ય હોવાને સંબંધે વીરનદિ અને ગોસારના કર્તા નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી બન્ને સતીÁ હતા. નેમિચન્દ્ર સિ.ચ.તેમનાથી ઘણા જ પ્રભાવિત હતા. તેમણે કર્મકાંડમાં તેમનો ત્રણ વાર સમ્માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. પોતાના સહાધ્યાયી દ્વારા મંગલાચરણના પ્રસંગોમાં આ પ્રકારનું
સ્મરણ વીરનન્દિની પ્રતિષ્ઠાનું દ્યોતક છે. આ ઉપરાંત પ્રસિદ્ધ દાર્શનિક અને વિશિષ્ટ કવિ વાદિરાજસૂરિએ પોતાના કાવ્ય પાર્શ્વનાથચરિતમાં વીરનદિના નામની અને તેમની કૃતિની પ્રશંસા કરી છે. કવિ દામોદરે પોતાની કૃતિ ચન્દ્રપ્રભચરિતમાં વીરનદિને વંદન કરતાં કવીશ' કહ્યા છે તથા પંડિત ગોવિન્ટે તેમનો ઉલ્લેખ પોતાની રચનાના પ્રારંભમાં ધનંજય, અસગ અને હરિશ્ચન્દની પહેલાં કર્યો છે. કવિ આશાધરે પોતાની કૃતિ સાગારધર્મામૃતમાં ચન્દ્રપ્રભચરિતનો એક શ્લોક ઉદ્ધત કર્યો છે. મહાકવિ હરિશ્ચન્દ્ર ધર્મશર્માલ્યુદયની રૂપરેખા પ્રાયઃ ચન્દ્રપ્રભચરિતને સામે રાખી તૈયાર કરી હતી. વિરન્ટિએ પોતાની કૃતિમાં પોતાના પૂર્વવર્તી કોઈ પણ કવિનો કે કૃતિનો ઉલ્લેખ નથી કર્યો. તેથી જાણવા મળે છે કે સમકાલીન અને પરવર્તી આચાર્યો અને કવિઓ ઉપર વીરનન્દિનો ઘણો પ્રભાવ હતો. તો પણ નેમિનિર્વાણનો તેમના ઉપર કંઈક પ્રભાવ તો અવશ્ય હતો.
વીરનદિ નેમિચન્દ્ર સિ.ચ.ના સતીર્થ્ય હતા એટલે તેમનો સમય તે જ હોવો જોઈએ જે સમયે તેમના સહાધ્યાયીનો હોય. નેમિચન્ટે કર્મકાંડની રચના
अभवदभयनन्दी जैनधर्माभिनन्दी
स्वमहिमजितसिन्धुर्भव्यलोकैकबन्धुः ॥ ३ ॥ भव्याम्भोजविबोधनोद्यतमतेर्भास्वत्समानत्विषः
शिष्यस्तस्य गुणाकरस्य सुधियः श्रीवीरनन्दीत्यभूत् । स्वाधीनाखिलवाङ्मयस्य भुवनप्रख्यातकीर्तेः सताम्
संसत्सु व्यजयन्त यस्य जयिनो वाचः कुतर्काङ्कशाः ॥ ४ ॥ शब्दार्थसुन्दरं तेन रचितं चारुचेतसा ।
श्रीजिनेन्दुप्रभस्येदं चरितं रचनोज्ज्वलम् ॥ ५ ॥ ૧. કર્મકાંડ, ગાથા ૪૩૬, ૭૮૫, ૮૯૬. ૨. પાર્શ્વનાથચરિત, ૧. ૩૦ ૩. ચન્દ્રપ્રભચરિત, ૧૧૯ ૪. પુરુષાર્થાનુશાસન, ૨૨ ૫. ૧.૧૧ની વ્યાખ્યામાં ચન્દ્રપ્રભચરિતનો શ્લોક ૪. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org