SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય ૪૮૩ વૈરાગ્ય, પુત્રને રાજય સોંપી તપસ્યા કરવી અને શરીર ત્યાગી અહમિન્દ્ર થવું , આદિનું વર્ણન (૧૫ સર્ગ), પૂર્વ દેશની ચન્દ્રપુરી નગરીમાં મહારાજા મહાસેન અને મહારાણી લક્ષ્મણાના પુત્રરૂપે ગર્ભમાં આવવું (૧૬ સર્ગ), ચન્દ્રપ્રભ જિનનો જન્મ, જન્મકલ્યાણક, બાલક્રીડા, વિવાહ, સામ્રાજ્યલાભ, સંસારની અસારતાનું જ્ઞાન, તપગ્રહણ વગેરે (૧૭ સર્ગ), જૈન સિદ્ધાન્તોનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. કાવ્યની વર્ણ વસ્તુને જોવાથી જણાય છે કે આમાં મહાકાવ્યોચિત બધા ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાવ્યમાં પ્રસંગત અન્ય રસોનો પ્રયોગ થયો છે પરંતુ શાન્ત રસને પ્રધાનતા આપવામાં આવી છે. બાકીના રસો અંગ બની રહ્યા છે, અંગી નથી બની શક્યા. કર્તા અને રચનાકાલ – પ્રસ્તુત કૃતિના કર્તા આચાર્ય વીરનન્ટિ છે. તેમની આ જ એકમાત્ર કૃતિ મળે છે. તેમની ગુરુપરંપરા કૃતિના અંતે પ્રશસ્તિમાં આપી છે. તેનાથી જાણવા મળે છે કે આચારસારના કર્તા વીરનનિ જેમના ગુરુ મેઘનન્ડિ હતા તે તથા મહેન્દ્રકીર્તિના શિષ્ય એક બીજા વીરનદિ આ બે વીરનદિઓથી આપણા આ પદ્મપ્રભચરિત મહાકાવ્યના કર્તા વીરનજિ જુદા છે. આ કાવ્યની પ્રશસ્તિમાં વીરનદિના ગુરુનું નામ અભયનન્ટિ આપ્યું છે. આ અભયનદિના ગુરુ વિબુધગુણનદિ હતા. વિબુધગુણનદિના ગુરુનું નામ ગુણનન્દિ હતું. તે દેશીયગણના આચાર્ય હતા. પ્રશસ્તિમાં લખ્યું છે કે વીરનદિએ પોતાના બુદ્ધિબળથી સમસ્ત વાડુમયને આત્મસાત કરી લીધું હતું – તે સર્વત સ્વતત્ર હતા. સજ્જનોની સભાઓમાં કુતર્કોને માટે અંકશ સમાન તેમનાં વચનો સદા વિજયી હતાં, આ કારણે તેમનો યશ પણ ખૂબ હતો. ૧. ડૉ. નેમિચન્દ્ર શાસ્ત્રી, સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયો કા યોગદાન, પૃ. ૮૧ અને આગળ २. बभूव भव्याम्बुजपाबन्धुः पतिर्मुनीनां गणभृत्समानः । सदग्रणीर्देशगणाग्रगण्यो गुणाकरः श्रीगुणनन्दिनामा ॥१॥ गुणग्रामाम्भोधेः सुकृतवसतेर्मित्रमहसा मसाध्यं यस्यासीन किमपि महीशासितुरिव। स तच्छिष्यो ज्येष्ठः शिशिरकरसौम्यः समभव વિયાતો નાના વિવુધ"નીતિ મુવને ! ૨ . . मुनिजननुतपादः प्रास्तमिथ्याप्रवादः । સતગુખસમૃદ્ધતર્થ શિષ્ય: પ્રસિ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy