SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વાય સેનાપતિ ચામુંડરાયની વિનંતીથી કરી હતી. આ ચામુંડરાયે ગોમ્મટસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા ચૈત્ર શુક્લ પંચમી રવિવાર અર્થાત્ ૨૨ માર્ચ સન્ ૧૦૨૮માં શ્રવણબેલ્ગોલ નામના સ્થાને કરી હતી, તેથી વીરન્દિનો સમય ૧૧મી સદીનો પ્રારંભ માની શકાય. વર્ધમાનચરિત આમાં ભગવાન મહાવીરના વર્તમાન ભવની અને પૂર્વભવોમાં મરીચિ, વિશ્વનન્દી, અશ્વત્રીવ, ત્રિપૃષ્ઠ, સિંહ, કપિષ્ઠ, હરિષેણ, સૂર્યપ્રભ વગેરેની કથાઓ વર્ણવવામાં આવી છે. ૪૮૫ તેની કથાવસ્તુ ઉત્તરપુરાણના ૭૪મા પર્વમાંથી લેવામાં આવી છે પરંતુ કવિએ કથાવસ્તુને મહાકાવ્યોચિત બનાવવા માટે તેમાં કાપકૂપ પણ કરી છે. કવિ અસગે પુરુરવા અને મરીચિના આખ્યાનો છોડી દીધાં છે અને શ્વેતાતપત્રા નગરીના રાજા નન્દિવર્ધનના આંગણામાં પુત્રજન્મોત્સવથી કથાનકની શરૂઆત કરવામાં આવી છે. આ આરમ્ભસ્થલ બહુ જ રમણીય થઈ પડ્યું છે. પૂર્વ ભવાવલિના પ્રારંભિક ઘટનાંશને દેખાડ્યો નથી પરંતુ મુનિરાજના મુખે કહેવડાવ્યો છે. આમ ઉત્તરપુરાણની કથાવસ્તુ અક્ષુણ્ણ રહી છે. કવિએ એ વાતનું પૂરું ધ્યાન રાખ્યું છે કે પૌરાણિક કથાનક મહાકાવ્યનું રૂપ ધારણ કરી શકે, એ માટે તેમણે પૂરો પ્રયત્ન કર્યો છે. આ મહાકાવ્યમાં જીવનનાં પ્રધાનતત્ત્વોની વ્યાખ્યા રજૂ કરવામાં આવી છે, જેમકે પિતાપુત્રનો સ્નેહ નન્દિવર્ધન અને નન્દનના જીવનમાં, ભાઈનો સ્નેહ વિશ્વભૂતિ અને વિશાખભૂતિના જીવનમાં, પતિપત્નીનો પ્રેમ ત્રિપૃષ્ઠ અને સ્વયંપ્રભાના જીવનમાં, વિવિધ ભોગવિલાસ હિરષણના જીવનમાં અને શૌર્ય તથા અદ્ભુત કાર્યોનું વર્ણન ત્રિપૃષ્ઠના જીવનમાં. આ કાવ્યની શૈલી મહાકાવ્યોચિત ગરિમામયી ઉદાત્ત છે, અને ગંભીર રસવ્યંજના પણ તેમાં વિદ્યમાન છે. તે સાથે જ સંધ્યા, પ્રભાત, મધ્યાહ્ન, રાત્રિ, વન, સૂર્ય, નદી, પર્વત આદિનાં સાંગોપાંગ વર્ણનો પણ છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૩૪૨; સંપાદન અને મરાઠી અનુવાદ — જિનદાસ પાર્શ્વનાથ ફડકુલે, પ્રકાશક – રાવજી સખારામ દોશી, સોલાપુર, ૧૯૩૧; હિન્દી અનુવાદ – પં. ખૂબચન્દ્ર શાસ્ત્રી, પ્રકાશક – મૂલચન્દ કિસનદાસ કાપડિયા, સૂરત, ૧૯૧૮; આનો સંક્ષિપ્ત ઉલ્લેખ પહેલાં પૃ. ૧૨૬ ઉપર કરી દીધો છે. અહીં વિશેષ પરિચય પ્રસ્તુત છે. ૨. સંસ્કૃત કાવ્ય કે વિકાસ મેં જૈન કવિયોં કા યોગદાન, પૃ. ૧૫૦-૧૫૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy