________________
૨૮
જેન કાવ્યસાહિત્ય
(૨) મહાકાવ્યનો ઉદેશ ધર્મ, અર્થ અને કામનાં ફળને પ્રદર્શિત કરવાનો છે.' તેથી તેનું કથાનક વિશાળ હોવું જોઈએ અને કોઈ મોટી ઘટના ઉપર આશ્રિત હોવું જોઈએ.
(૩) મહાકાવ્યમાં ઇતિહાસ અને પુરાણ સાથે સંબદ્ધ અથવા પરંપરાની દષ્ટિએ પ્રખ્યાત મહાપુરુષોનું ચરિત્રચિત્રણ હોવું જોઈએ. કથાનક અનુત્પાદ્ય (ઇતિહાસપુરાણાશ્રિત) તથા ઉત્પાદ્ય (કવિકલ્પનાજન્ય) એમ બે પ્રકારનું હોય છે. અનુત્પાદ્યનું . કેવળ માળખું લઈ કવિ પોતાની કલ્પનાથી મહાકાવ્યનું સર્જન કરે છે.
(૪) કથાનકનો વિસ્તાર સંગઠિત અને વ્યવસ્થિત રૂપે કરવા માટે પાંચ નાટ્યસંધિઓની યોજના કરવી જોઈએ.
(૫) જીવનના વ્યાપક અને ગંભીર અનુભવોનું ચિત્રણ કરવા માટે મહાકાવ્યમાં અવાન્તર કથાઓની યોજના કરવી જરૂરી છે.
(૬) નાયક ઉપરાંત પ્રતિનાયક અને ગૌણ પાત્રોની અવતારણા પણ મહાકાવ્યમાં હોવી જોઈએ.
(૭) મહાકાવ્યમાં અતિપ્રાકૃત અને અલૌકિક તત્ત્વોનું હોવું આવશ્યક છે. અલૌકિક કાર્ય દેવતા, રાક્ષસ, યક્ષ, વ્યત્તર આદિ દ્વારા જ નહિ પરંતુ મનુષ્યો અને મુનિઓ દ્વારા પણ દેખાડવું જરૂરી છે.
(૮) મહાકાવ્યમાં કવિસંપ્રદાયસમ્મત રાત્રિ, પ્રાત:કાલ, મધ્યાહ્ન, સંધ્યા, ષડ્રઋતુ, પર્વત, વન, ઉદ્યાનક્રીડા, જલક્રીડા તથા અન્ય બાબતોનાં વર્ણન હોવાં જોઈએ.
(૯) કાવ્યના આરંભમાં મંગલાચરણ, વસ્તુનિર્દેશ, સજ્જનપ્રશંસા અને ર્જનનિન્દા હોવાં જરૂરી છે. કાવ્યના અંતમાં હેમચન્દ્રાચાર્યના મતે કવિએ પોતાનો ઉદેશ પ્રગટ કરવો જોઈએ.
(૧૦) મહાકાવ્યના મૂળ તત્ત્વના રૂપમાં રસનું સ્થાન પ્રમુખ છે. બધા આચાર્યોએ મહાકાવ્યમાં નવ રસોનું વિધાન અનિવાર્ય માન્યું છે. વિશ્વનાથે રસનું ક્ષેત્ર સીમિત કરતાં કહ્યું છે કે શૃંગાર, વીર અને શાન્તમાંથી કોઈ એક રસ પ્રધાન તથા અન્ય રસો ગૌણ હોવા જોઈએ.
૧. મહાપુરાણનૃશ્વિમહાનાય%ોવરમ્ |
त्रिवर्गफलसन्दर्भ महाकाव्यं तदिष्यते ॥ आदिपुराण, १. ९९.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org