________________
પ્રાસ્તાવિક
(૧) મહાકાવ્યનો ઉદ્દેશ મહાન હોય છે, તે આધ્યાત્મિક તથા ભૌતિક બંને ક્ષેત્રોને સ્પર્શે છે. તેનો ઉદ્દેશ કથાનકના માધ્યમથી ઉપદેશ દેવો, આનન્દ આપવો અને નવીન માનવસત્યોને પ્રગટ કરી નવીન માનવ સમાજનું નિર્માણ કરવું એ છે.
૨૭
(૨) આ ઉદ્દેશ પાર પાડવા માટે પ્રખ્યાત, વિશાળ અને મહત્ત્વપૂર્ણ કથાનક પસંદ કરવું જોઈએ જે પરંપરાપ્રાપ્ત કથાઓ કે ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત હોય.
(૩) ઉક્ત ઉદ્દેશોનું પ્રતિનિધિત્વ એવા નાયક દ્વારા થાય છે જે મહાપુરુષ, શૂરવીર અને વિજેતા હોવો જોઈએ. તે માટે એ આવશ્યક નથી કે તે માનવ જ હોય, દેવતા વગેરે અલૌકિક વ્યક્તિ પણ નાયક હોઈ શકે છે.
(૪) મહાકાવ્યમાં જીવનનાં વિવિધ રૂપો વડે જીવનનું સમગ્ર ચિત્રણ હોવું જોઈએ. આ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે મહાકાવ્યમાં ગૌણ પાત્રોની અવતારણા, વિવિધ ઘટનાઓની સૃષ્ટિ, અવાન્તર કથાઓની યોજના વગેરે તત્ત્વોના સમ્મિશ્રણથી સંઘટિત કથાનકનું સર્જન કરવું જોઈએ.
(૫) મહાકાવ્યના કથાનકની પૂર્વ અને અ૫૨ ઘટનાઓ એકબીજી સાથે સમ્બદ્ધ હોવી જોઈએ. કથાનક અન્વિતિપૂર્ણ, ગતિશીલ અને સુસંગઠિત હોવું જોઈએ.
(૬) મહાકાવ્યમાં અતિપ્રાકૃત અને અલૌકિક તત્ત્વોનો સમાવેશ હોવો સંભવે છે. ઈલિયડ, ઓડિસી, પેરેડાઈઝ લૉસ્ટ જેવાં મહાકાવ્યોમાં ભૂત, પ્રેત, દેવતા વગેરે અતિપ્રાકૃત પાત્રો અને એમનાં અલૌકિક કાર્યોનો સમાવેશ થયો છે.
(૭) મહાકાવ્યની શૈલી ઉદાત્ત, ગંભીર અને મનોહારી હોવી જોઈએ.
(૮) મહાકાવ્ય છંદોબદ્ધ રચના હોવી જોઈએ. છંદનો પ્રયોગ વર્જ્ય વિષયને અનુકૂળ હોવો જોઈએ તથા આદિથી અન્ત સુધી એક જ છંદનો પ્રયોગ હોવો જોઈએ.
ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અનુસાર મહાકાવ્યમાં નીચે જણાવેલાં તત્ત્વો હોવા જોઈએ.
(૧) તે સર્ગ, આશ્વાસ કે લંભકોથી બદ્ધ હોવું જોઈએ. સર્ગો ન તો અધિક લાંબા જોઈએ કે ન તો અધિક ટૂંકા હોવા જોઈએ મહાકાવ્યમાં ઓછામાં ઓછા આઠ સર્ગ હોવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org