________________
૨૬
૨. ઐતિહાસિક મહાકાવ્ય રોમ, યૂનાન, ચીન જેવી ઈતિહાસલેખનની પરંપરા ભારતીય ઈતિહાસમાં દેખાતી નથી છતાં ભારતીય કવિ એ શૈલીથી તદન અપરિચિત હતા એવું નહિ કહી શકાય. ઈતિહાસને જાળવવાની વિવિધ શૈલીઓ - અભિલેખ, ગ્રન્થપ્રશસ્તિઓ, પ્રતિમાલેખ, પટ્ટાવલીઓ, તીર્થમાલાઓ વગેરેનું દર્શન આપણને ભારતીય સાહિત્યમાં પ્રચુરપણે થાય છે. ઐતિહાસિક મહાકાવ્યના રૂપમાં ગૌડવહો, ભુવનાભ્યુદય, નવસાહસાંકચરિત, વિક્રમાંકદેવચરિત, રાજતરંગિણી, દ્વયાશ્રયમહાકાવ્ય, સુકૃતસંકીર્તન વગેરે મળે છે. આ ઐતિહાસિક મહાકાવ્યો ઉપર કવિઓએ અનેક પૌરાણિક, કાલ્પનિક અને અનૈતિહાસિક ઘટનાઓનો રંગ ચડાવ્યો છે, તેથી તેમને વિશુદ્ધ ઐતિહાસિક મહાકાવ્ય ન કહી
શકાય.
.
૩. પૌરાણિક મહાકાવ્ય - પૌરાણિક મહાકાવ્યોનાં આદિ ઉદાહરણ રામાયણ અને મહાભારત છે. રામાયણની રચનાની ઉત્તરાવિધ ઈ.સ. બીજી શતાબ્દી મનાય છે. અને મહાભારતે અંતિમ રૂપ ધારણ ક૨વાની ઉત્તરાધિ ઈ.સ.પાંચમી શતાબ્દી મનાય છે. તેના પછી જ છઠ્ઠી શતાબ્દીમાં વિમલસૂરિની પ્રાકૃત કૃતિ પઉમચરિઉ, ૭મી શતાબ્દીમાં વિષેણનું સંસ્કૃત પદ્મપુરાણ તથા પછીની શતાબ્દીઓમાં સેંકડો રચનાઓ આ શૈલીમાં કરવામાં આવી છે. જૈન કવિઓએ મધ્યકાળમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાં અનેક પૌરાણિક મહાકાવ્યોનું સર્જન કર્યું છે. આ ભાષાઓમાં રચાયેલાં મહાકાવ્યોએ પોતાનાં સમકાલીન અન્ય ભાષાઓનાં મહાકાવ્યોને પ્રભાવિત કર્યાં છે. અપભ્રંશનાં પ્રેમાખ્યાનક કાવ્યોમાં જે રોમાંચક તત્ત્વો મળે છે તેમનો સમાવેશ પણ આ પૌરાણિક મહાકાવ્યોમાં અહીંતહીં થયો છે.
જૈન કાવ્યસાહિત્ય
જૈન મહાકાવ્યોનું અન્ય સાહિત્યમાં સ્થાન
વિશ્વસાહિત્યની શ્રેણીમાં જૈન મહાકાવ્યોની સ્થિતિ જાણવા માટે તથા ભારતીય મહાકાવ્યોની પ્રમુખ પ્રવૃત્તિઓમાં તેમનો ફાળો જાણવા માટે એ જરૂરી છે કે પાશ્ચાત્ય અને ભારતીય મહાકાવ્યોની પ્રમુખ પ્રવૃત્તિઓ ઉપર આપણે એક નજર નાખી લઈએ.
પાશ્ચાત્ય સાહિત્યમાં મહાકાવ્યને ‘એપિક' કહેવામાં આવે છે. પ્રાચીન અને અર્વાચીન કાવ્યવિવેચકોએ અર્થાત્ અરસ્ક્રૂ, કેમ્સ, હાલ્સ, વિલિયમ રોજ ઐનિટ, વૉલ્ટેર, એમ. ડિક્સન, એબરક્રોમ્બી, ટિલયાર્ડ, સી. એમ. બાબરા, ડબલ્યૂ, પી. કેર વગેરે વિદ્વાનોએ મહાકાવ્યની જે વ્યાખ્યાઓ અને પરિભાષાઓ નક્કી કરી છે તેમના દ્વારા નીચે જણાવેલાં પ્રમુખ તત્ત્વોની જાણકારી મળે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org