SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક સાહિત્ય ગુર્વાલિ ૧ મુનિસુન્દરસૂરિએ સં. ૧૪૬૬માં એક વિજ્ઞપ્તિગ્રન્થ પોતાના ગુરુ દેવસુન્દરસૂરિની તેવામાં સમર્પિત કર્યો હતો, તેનું નામ છે ત્રિદશતરંગિણી. આ વિજ્ઞપ્તિપત્રનું સોથી વધુ મહત્ત્વ સંસ્કૃત સાહિત્ય અને ઈતિહાસમાં છે. આના જેવો વિસ્તૃત અને પ્રૌઢ પત્ર કોઈએ લખ્યો નથી. તે ૧૦૮ હાથ લાંબો હતો અને તેમાં એક એકથી ચડિયાતાં વિચિત્ર અને અનુપમ સેંકડો ચિત્રો હતાં તથા હજારો કાવ્યો (પો) તેમાં દેખાતાં હતાં. તેમાં ત્રણ સ્તોત્ર અને ૬૧ તરંગો હતા. વર્તમાનમાં તે આખો મળતો નથી. કેવળ ત્રીજા સ્તોત્રનો ગુર્વાલિ નામનો એક વિભાગ અને પ્રાસાદ આદિ ચિત્રબન્ધ અનેક સ્તોત્ર જ્યાંત્યાં ફેલાયેલાં મળે છે. ૪૫૫ આ ગુર્વાવલિમાં વિવિધ છંદોમાં રચાયેલાં ૪૯૬ પદ્ય છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરથી શરૂ કરી લેખક સુધી તપાગચ્છના આચાર્યોનો સંક્ષિપ્ત અને વિશ્વાસપાત્ર ઈતિહાસ છે. ગુર્વાલિ યા તપાગચ્છપટ્ટાવલીસૂત્ર 3 આને ઉક્ત બે નામો ઉપરાંત કૈવલ પટ્ટાવલી પણ કહે છે. આ ૨૧ પ્રાકૃત પદ્યોની ગુર્વાલિ છે. તે પ્રાચીન પટ્ટાવલીઓને આધારે ઘણી સાવધાનીથી તૈયાર કરવામાં આવી છે. તેમાં ભગવાન મહાવીરથી લઈને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિ અને તેમના શિષ્ય વિજયસેનસૂરિ સુધી ૫૯ આચાર્યોની પટ્ટધર પરંપરા આપવામાં આવી છે. તેના કર્તા ધર્મસાગરગણિ છે. તેના ઉપર સ્વોપજ્ઞ વૃત્તિ પણ છે, તેના અંતે લખ્યું છે કે આ પટ્ટાવલી શ્રી હીરવિજયસૂરીશ્વરના આદેશથી ઉપાધ્યાય શ્રી વિમલહર્ષગણિ, ઉપાધ્યાય કલ્યાણવિજયગણિ, સોમવિજયગણિ, પં. લબ્ધિસાગરગણિ પ્રમુખ ગીતાર્થોએ એકઠા થઈને સં. ૧૬૪૮ના ચૈત્ર વદ ૬ શુક્રવારે અહમદાબાદ નગરમાં શ્રી મુનિસુન્દરકૃત ગુર્વાવલિ, જીર્ણ પટ્ટાવલી, દુષ્મમાસંઘ સ્તોત્રયંત્રક આદિના આધારે સંશોધિત કરી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૯; યશોવિજય જૈન ગ્રન્થમાલા, વારાણસી, સં. ૧૯૬૧. २. श्रीमहापर्वाधिराज श्रीपर्युषणापर्वविज्ञप्तित्रिदशतरङ्गिण्यां तृतीये श्रीगुरुवर्णनस्रोतसि गुर्वावलिनाम्नि महाहृदेऽनभिव्यक्तगणना एकषष्टिस्तरंगाः । ૩. જિનરત્નકોશ, પૃ. ૧૦૮; પટ્ટાવલીસમુચ્ચય (વીરમગામ, ૧૯૩૩), ભાગ ૧, પૃ. ૪૧-૪૭; પટ્ટાવલીપરાગસંગ્રહ (જાલોર, ૧૯૬૬), પૃ. ૧૩૩-૧૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy