SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કાવ્યસાહિત્ય કૃતિઓમાંથી જાણવા મળે છે. પરંતુ જિનપ્રભસૂરિનું નામ સુદ્ધાં ઉપર જણાવેલી ખરતરગચ્છગુર્વાવલિમાં આપવામાં આવ્યું નથી. આ ઉપરથી જણાય છે કે ઉક્ત ગુર્વાવલિના સંકલનકર્તાનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની જ ગુરુપરંપરાનું મહત્ત્વ દર્શાવવાનું હતું અને અન્ય ગચ્છીય યા અન્ય શાખીય આચાર્યો વિશે ઉપેક્ષાભાવ રાખવાનું હતું. આ પ્રબન્ધાવલિનું નિર્માણ જિનપ્રભસૂરિની શિષ્યપરંપરાના કોઈ શિષ્ય કર્યું છે. ૪૫૪ ખરતરગચ્છપટ્ટાવલીસંગ્રહ આ ચાર પટ્ટાવલીઓનો સંગ્રહ છે. મુનિ જિનવિજયજીએ સંગ્રહ કરી તેનું સંપાદન કરી પ્રકાશિત કર્યો છે. તેમાં એક તો પ્રશસ્તિના રૂપમાં છે, તેમાં કુલ ૧૧૦ સંસ્કૃત પદ્ય છે અને તે આચાર્ય જિનહંસસૂરિના સમયમાં રચાઈ છે પરંતુ તેના કર્તાનું નામ નથી આપ્યું. જિનહંસનો સમય વિ.સં.૧૫૮૨ છે અને તે જ વર્ષમાં તે રચાઈ છે. તેમાં ખરતરગચ્છના આચાર્યોનો સમય વ્યવસ્થિત આપ્યો છે. બીજી પટ્ટાવલી સંસ્કૃત ગદ્યમાં છે. તેની રચના સં. ૧૬૭૪માં થઈ છે. તગત તિથિક્રમ અવ્યવસ્થિત છે. ત્રીજી પટ્ટાવલી પણ અવ્યવસ્થિત છે. તેમાં જણાવેલ પટ્ટપરંપરા તથા તિથિક્રમ બધું અવ્યવસ્થિત છે. ચોથી પટ્ટાવલી સં. ૧૮૩૦માં અમૃતધર્મના શિષ્ય ઉપાધ્યાય ક્ષમાકલ્યાણે રચી છે. આ પ્રથમ ત્રણ પટ્ટાવલીઓ સાથે ઘણી બધી મળતી આવે છે. ૨ ખરતરગચ્છની અનેક હસ્તલિખિત પટ્ટાવલીઓનો પરિચય પં. કલ્યાણવિજયગણિએ સંપાદિત કરેલ પટ્ટાવલિપરાગસંગ્રહમાં છે તથા મણિધારી જિનચન્દ્રસૂરિ અષ્ટમ શતાબ્દી સ્મૃતિગ્રન્થમાં ૨૩ પટ્ટાવલીઓ અને ગુર્વાવલિઓની સૂચી આપવામાં આવી છે. ૧. જિનરત્નકોશ, પૃ. ૧૦૧; પૂરણચન્દ્રજી નાહર દ્વારા કલકત્તાથી સન્ ૧૯૩૨માં પ્રકાશિત. ૨. જિનરત્નકોશ, પૃ. ૧૦૧ ૩. ક. વિ. શાસ્ત્રસંગ્રહ સમિતિ, જાલોર. ૪. દ્વિતીય ખંડ, પૃ. ૩૧-૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy