SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ તપાગચ્છની મુખ્ય શાખા અને પ્રશાખાઓની અનેક પટ્ટાવલીઓને જેવી કે ઉપાધ્યાય ગુણવિજયગણિકૃત તપાગણયતિગુણપદ્ધતિ, ઉપાધ્યાય મેઘવિજયકૃત તપાગચ્છપટ્ટાવલી, ઉપાધ્યાય રવિવર્ધનકૃત પટ્ટાવલીસારોદ્વાર, નયસુન્દરકૃત બૃહત્પૌષધશાલિકપટ્ટાવલી (પ્રાકૃત), લઘુપૌષધશાલિકપટ્ટાવલી, તપાગચ્છસાગરશાખાપટ્ટાવલી ૧-૨-૩, વિજયસંવિગ્નશાખાપટ્ટાવલી, સાગરસંવિગ્નશાખા, વિમલસંવિગ્નશાખા, પાર્શ્વચન્દ્રગચ્છપટ્ટાવલી ૧-૨, બૃહદ્ગચ્છગુર્વાવલિ, ઉકેશગીયપટ્ટાવલી, પૌર્ણમિકગચ્છપટ્ટાવલી, અંચલગચ્છપટ્ટાવલી, પલ્લિવાલગચ્છીયપટ્ટાવલી વગેરેને પટ્ટાવલીપરાગસંગ્રહમાં પં. કલ્યાણવિજયગણિએ સંકલિત કરી છે. તેમનું વૈશિષ્ટય અને મહત્ત્વ પટ્ટાવલીપરાગસંગ્રહમાંથી જાણી લેવું જોઈએ. દિગંબર સંપ્રદાયની કેટલીક પટ્ટાવલીઓનો સંક્ષિપ્ત પરિચય નીચે આપ્યો છે. સેનપટ્ટાવલી જૈન કાવ્યસાહિત્ય સેનગણની બે પટ્ટાવલીઓ મળે છે. પહેલી ૪૭ સંસ્કૃત પઘોમાં છે. તે ભટ્ટારક લક્ષ્મીસેન (સં.૧૫૮૦ લગભગ) સુધી છે. બીજી સંસ્કૃત ગદ્યમાં છે. તે લગભગ ૫૦ અનુચ્છેદોની રચના છે. તેમાં સેનગણના ૪૭મા પટ્ટધર દિલ્હી સિંહાસનના અધીશ્વર છત્રસેન ભટ્ટારકની ગુરુપરંપરાનું વર્ણન છે. ગણના અનુસાર છત્રસેન સેનગણના ૪૭મા ભટ્ટારક હતા. તેમનો સમય સં. ૧૭૫૪ હતો. બન્ને પટ્ટાવલીઓમાં ઉલ્લિખિત આચાર્યોમાં ભીમસેનથી કંઈક ઐતિહાસિક સ્વરૂપ દેખાય છે. તેના પહેલાં પણ ૨૬ ભટ્ટારકોનું વર્ણન આવ્યું છે. બીજી પટ્ટાવલીમાં આવેલા અંતિમ ભટ્ટારક છત્રસેનનો પ્રભાવ કારંજાથી દિલ્હી સુધી હતો. તેમની કેટલીય કૃતિઓ મળે છે. બલાત્કારગણની પટ્ટાવલીઓ બલાત્કારગણ અને તેની વિભિન્ન શાખાઓનો પરિચય ‘ભટ્ટારક સમ્પ્રદાય’માં વ્યવસ્થિત રીતે આપ્યો છે. તેની ઈડર શાખાની બે પટ્ટાવલીઓ પ્રકાશમાં આવી ૧. જૈન એન્ટીક્વેરી, ભાગ ૧૪, અંક ૨, પૃ. ૧-૭. ૨. જૈન સિદ્ધાન્ત ભાસ્કર, વર્ષ ૧, પૃ. ૩૮; આનાથી કંઈક ભિન્ન અને વધુ સારી પ્રતિ શ્રી મા. સ. મહાજન, નાગપુરના સંગ્રહમાં છે. વિશેષ વિવેચન માટે જુઓ ડૉ. વિ. જોહરાપુરકર સંપાદિત ભટ્ટારક સમ્પ્રદાય, પૃ. ૨૬-૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001316
Book TitleJain Kavya Sahitya Jain History Series 6
Original Sutra AuthorN/A
AuthorGulabchandra Chaudhary
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy