________________
૨૨
જૈન કાવ્યસાહિત્ય
શબ્દાર્થોઃ વિત વ્યત્વ સ્થાપના ૧ લખ્યું છે અને બીજા જૈન સાહિત્યશાસ્ત્રી વાલ્મટ (૧૨મી શ.) પણ “શબ્દાથ નિર્દોષ સાળી પ્રાયઃ સન્નારી વ્યિમ્' કહે છે અને આ સૂત્રની વૃત્તિમાં “પ્રાયઃ સાતંજાર રૂતિ નિરી«રોપ શબ્દાર્થ: વત્ કાવ્યત્વવ્યાપાર્થPકહીને નિરાલંકાર શબ્દાર્થને પણ કાવ્ય માનેલ છે. પછી ૧૫મી શતાબ્દીના કવિ નયચન્દ્રસૂરિએ પોતાના હમ્મીરમહાકાવ્ય (વિ.સં.૧૪૫૦ લગભગ)માં અપશબ્દ શબ્દ (વ્યાકરણની દૃષ્ટિએ સદોષ)ના પ્રયોગને પણ સ્થાન આપતાં કહ્યું છે – “પ્રાયોડપર ન વ્યહાંનિઃ સમર્થતાડથું રસસંમશે અર્થાત જો કોઈ કૃતિમાં રસમન્ન કરવાની ક્ષમતા હોય તો પછી તેમાં કેટલાક અપશબ્દ (સદોષ શબ્દ) હોય તો પણ તેમને કારણે કાવ્યત્વની હાનિ થતી નથી.
આ રીતે આપણે જોઈએ છીએ કે કાવ્યની પરિભાષા યુગની આવશ્યકતા અનુસાર બદલાતી રહી છે અને વિશાળ અને બહુવિધ કાવ્યરાશિને જોતાં તેમના કાવ્યત્વને માપવાનો એક માપદંડ નક્કી કરવો મુશ્કેલ છે. ખરેખર નિરંશ વય:' એ લોકોક્તિ કવિઓ માટે ચરિતાર્થ છે.
કાવ્યના પ્રકાર – સાધારણતઃ કાવ્યના ત્રણ પ્રકાર છે – ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ કાવ્ય વ્યંજનાપ્રધાન હોય છે, મધ્યમ લક્ષણાપ્રધાન હોય છે અને અધમ અભિધાપ્રધાન હોય છે. કાવ્યવિધાની દૃષ્ટિએ કાવ્યના બે પ્રકાર છે – ૧. પ્રેક્ષ્ય કાવ્ય અને ૨. શ્રવ્ય કાવ્ય. જે રંગમંચ ઉપર અભિનય કરવા માટે રચાયાં હોય તે પ્રેક્ષ્ય કાવ્ય છે. તેમનો અભિનય આંખો દ્વારા જોવાય છે. જે કાવ્યો કાન વડે સંભળાય છે તેમને શ્રવ્ય કાવ્ય કહે છે. પ્રાચીન કાળમાં કાવ્ય અધિકતર સાંભળવામાં આવતાં હતાં, તેમનો પ્રચાર ગાન દ્વારા થતો હતો. વાંચવા માટે પુસ્તકો બહુ ઓછાં મળતાં હતાં. આચાર્ય હેમચન્દ્ર પ્રેક્ષ્ય કાવ્યના બે ભેદ કર્યા છે - ૧. પાક્ય અને ૨. ગેય. પાક્યમાં તેમણે નાટક, પ્રકરણ, નાટિકા, સમવતાર, વ્યાયોગ, પ્રહસન, સટ્ટક વગેરેનો સમાવેશ કર્યો છે, જયારે ગેયમાં રાસક, શ્રીગદિત, રાગકાવ્ય વગેરેનો સમાવેશ કર્યો છે. શ્રવ્ય કાવ્યના તેમણે ત્રણ પ્રકાર માન્યા છે – ૧. ગદ્ય, ૨. પદ્ય અને ૩.
૧. કાવ્યાનુશાસન ૨. એજન ૩. સર્ગ ૧૪. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org