________________
પ્રાસ્તાવિક
૨૩
મિશ્ર. ગદ્યનો અર્થ છે જે બોલચાલને યોગ્ય હોય તેમ છતાં કાવ્યના રૂપમાં છન્દોયોજનાથી રહિત પરંતુ કાવ્યોના આવશ્યક ગુણોવાળી રચનાને જ ગદ્ય કાવ્ય કહેવાય. ગદ્ય કાવ્યને આખ્યાયિકા અને કથા એ બે ભેદોમાં વિભક્ત કરવામાં આવેલ છે. આખ્યાયિકા તે છે જેમાં ધીરાદાત્ત નાયક પોતાના મુખે પોતાના મિત્રોને પોતાનું જીવનવૃત્તાન્ત અનેક રોમાંચક તત્ત્વો સાથે કહેતો હોય. સંસ્કૃતમાં બાણરચિત હર્ષચરિત જેવા ગ્રંથો આખ્યાયિકામાં સમાવેશ પામે છે. કથા તેને કહે છે જેમાં કવિ પોતે નાયકના જીવનવૃત્તાન્તનું વર્ણન ગદ્યમાં કરે. આ વર્ગમાં દશકમારચરિત, કાદમ્બરી વગેરે આવે છે. - છન્દોબદ્ધ રચનાને પદ્ય કાવ્ય કહે છે. પદ્ય કાવ્યના બે ભેદ છે – ૧. પ્રબન્ધ કાવ્ય અને ૨. મુક્તક કાવ્ય. પ્રબન્ધ કાવ્યમાં એક કથા હોય છે અને તેનાં બધાં પદ્યો એક બીજા સાથે સમ્બદ્ધ હોય છે. પ્રબન્ધ કાવ્યમાં વર્ણન, પ્રાકકથન, પારસ્પરિક સંબંધ અને સામૂહિક પ્રભાવની પ્રધાનતા હોય છે. જિનસેન અનુસાર પૂર્વીપરાર્થધટનૈ પ્રવન્ધઃઅર્થાત્ પૂર્વાપર સંબંધના નિર્વાહપૂર્વકની કથાત્મક રચના પ્રબન્ધ કાવ્ય છે. મુક્તક કાવ્યનું પ્રત્યેક પદ્ય સ્વતઃ પૂર્ણ હોય છે. તેમાં પ્રત્યેક પદ્યની સ્વતંત્ર સત્તા હોય છે. સ્ફટ કવિતાઓ આ પ્રકારમાં સમાવેશ પામે છે. સુભાષિતો અને સ્તોત્રોના રૂપમાં આ પ્રકાર અભિપ્રેત છે.
પ્રબન્ધ કાવ્ય બે રૂપમાં મળે છે – ૧. મહાકાવ્ય અને ૨. કથાકાવ્ય. મહાકાવ્યમાં જીવનનું સર્વાગીણ ચિત્રણ હોય છે; વળી, તે સર્ચબદ્ધ રચના હોય છે અને તેનું કદ પણ મોટું હોય છે. જિનસેન અનુસાર મહાકાવ્ય તે છે જે ઐતિહાસિક અને પૌરાણિક પાત્રના ચરિતનું રસાત્મક ચિત્રણ કરતું હોય અને ધર્મ, અર્થ તથા કામના ફળને દર્શાવતું હોય. કથાકાવ્ય તે છે જેમાં રસાત્મક તેમ જ આલંકારિક શૈલીમાં રોમાંચક તત્ત્વોનો સમાવેશ કરીને કથાવર્ણન કરવામાં આવ્યું હોય. આ રચના છન્દોબદ્ધ હોવાથી આખ્યાયિકા અને ગદ્ય કથાથી ભિન્ન છે પરંતુ તત્ત્વોની દષ્ટિએ એક છે. હેમચન્દ્ર કથાકાવ્યના આખ્યાન, મજ્જલિકા, અભુત કથા, ઉપકથા, સકલકથા, ખંડકથા વગેરે અનેક ભેદોનું વર્ણન કર્યું છે. આમાં બે ભેદો મુખ્ય છે – ૧. સકલકથા અને ૨. ખંડકથા. સકલકથા કાવ્યમાં મહાકાવ્યની જેમ જીવનના પૂર્ણ ભાગનું ચિત્રણ હોય છે. તેનું કથાનક વિસ્તૃત હોય છે અને તેમાં અવાન્તર કથાઓની યોજના પણ હોય છે પરંતુ મહાકાવ્યાય બન્ધનો(સર્ગબદ્ધતા, છન્દપ્રયોગ, ભાષાની ગુરુતા વગેરે)ના અભાવમાં સકલકથા કાવ્ય મહાકાવ્યથી જુદા પ્રકારનું કાવ્ય છે. જૈનોનાં અધિકાંશ ચરિતકાવ્યો આ ૧. આદિપુરાણ, ૧. ૧૦૦.
૨.એજન, ૧. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org