________________
પ્રાસ્તાવિક
૨૧
પરિભાષામાં રમણીય અર્થ અને શબ્દ બંને દ્વારા કાવ્યમાં રસ, અલંકાર અને ધ્વનિનો સમન્વય નિહિત છે. પંડિતરાજ જગન્નાથથી બહુ જ પહેલાં જૈનાચાર્ય જિનસેને “કાવ્ય' શબ્દની વ્યુત્પત્તિ કરતાં તેની પરિભાષા નીચે મુજબ કરી છે –
कवेर्भावोऽथवा कर्म काव्यं तज्झै निरुच्यते ।
तत्प्रतीतार्थमग्राम्यं सालङ्कारमनाकुलम् ॥ કવિના ભાવ અથવા કર્મને કાવ્ય કહે છે. કવિનું કાવ્ય સર્વસમ્મત અર્થથી સહિત, ગ્રામ્યદોષથી રહિત, અલંકારથી યુક્ત અને પ્રસાદ વગેરે ગુણોથી શોભિત હોય છે; અર્થાત્ શબ્દ અને અર્થનું તે સમુચિત રૂપ જે દોષરહિત અને ગુણઅલંકાર સહિત (રમણીય) હોય તે કાવ્ય છે. જિનસેને અર્થ અને શબ્દ બંનેના સૌન્દર્યને કાવ્ય માટે ગ્રાહ્ય દર્શાવતાં તે લોકોની આલોચના કરી છે જેઓ બેમાંથી કોઈ એકના સૌન્દર્યને ઉપાદેય માને છે. તેમનું કહેવું છે કે અલંકાર સહિત, શૃંગાર વગેરે રસથી યુક્ત, સૌન્દર્યથી ઓતપ્રોત અને ઉચ્છિષ્ટતારહિત મૌલિક કાવ્ય સરસ્વતીના મુખ સમાન શોભાયમાન હોય છે. જેમાં રીતિની રમણીયતા નથી, પદોનું લાલિત્ય નથી અને રસનો પ્રવાહ નથી તે અણઘડ કાવ્ય છે, તે તો કર્ણકટુ ગ્રામીણ ભાષા સમાન છે.'
જિનસેન પ્રતિપાદિત ઉક્ત પરિભાષાને જોતાં જણાઈ આવે છે કે આચાર્યે કાવ્યમાં બહિરંગ તત્ત્વ – રીતિ, પદલાલિત્ય (ગુણ અને શબ્દાલંકાર) – તથા અન્તરંગ તત્ત્વ – રસ, ભાવ, અર્થાલંકાર અને મૌલિકતા – બંનેનું હોવું આવશ્યક માન્યું છે.
પરંતુ કાવ્યની પરિધિને વિસ્તરતી જોઈને કાવ્યશાસ્ત્રીઓએ તેની પરિભાષામાં આવશ્યક સંશોધન કર્યું. આચાર્ય મમ્મટે પોતાના કાવ્યપ્રકાશમાં (સન્ ૧૧૦૦ લગભગ) કાવ્યમાં અલંકારના અભાવમાં પણ કાવ્યત્વને સુરક્ષિત માન્યું છે. તેણે દોષરહિત, ગુણવાળી, અલંકારયુક્ત તથા કોઈ કોઈ વાર અલંકારરહિત શબ્દાર્થમયી રચનાને કાવ્ય કહેલ છે. આ રીતે પોતાના યુગની રચનાઓને
ધ્યાનમાં રાખીને આચાર્ય હેમચન્દ્ર કાવ્યની પરિભાષા “મોષી સળી સત્તા . ૨ શબ્દાથ માનવા છતાં સૂત્રની વૃત્તિમાં “વારો નિરાલ્તારોરપિ ૧, આદિપુરાણ, ૧. ૯૪ ૨. એજન, ૧. ૯પ-૯૬ 3. तददोषौ शब्दार्थों सगुणावनलंकृती पुनः कपि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org