________________
२०
સાહિત્ય, બ્રાહ્મણ-જૈન-બૌદ્ધ સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય, પ્રાકૃત સાહિત્ય ઈત્યાદિ. આ વ્યાપક અર્થમાં પણ ઉપાધિઓ દ્વારા સાહિત્યના અર્થનો ઉત્તરોત્તર સંકોચ કરવામાં આવ્યો છે, પરંતુ સાહિત્યકાર, સાહિત્યાચાર્ય વગેરે શબ્દોમાં સાહિત્યનો પ્રયોગ અતિ સંકુચિત અને એક વિશિષ્ટ દિશા ભણી થયો છે. અહીં સાહિત્ય લેખકના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. સાહિત્ય કેવળ સિદ્ધાન્ત, દર્શન, તર્ક આદિ જ્ઞાનાત્મક અને ગણિત, જ્યોતિષ, આયુર્વેદ આદિ વિજ્ઞાનાત્મક જ નહિ કિન્તુ સંવેગાત્મક, રાગાત્મક અને કલ્પનાત્મક પણ હોય છે. સાહિત્યકાર યા સાહિત્યાચાર્યની દૃષ્ટિએ સાહિત્ય તે ગ્રંથોમાં નથી જે સ્થાયી બૌદ્ધિક રુચિના તથ્યો અને સત્યોથી વ્યાપ્ત છે પરંતુ તેમનામાં છે જે પોતે જ સ્થાયી રુચિના છે. આમ સાહિત્યમાં ત્રણ તત્ત્વો પ્રધાનપણે દેખાય છે : ૧. જીવન અને જગતની પ્રખર અનુભૂતિ, ૨. સાહિત્યકારનું સંવેગસંવલિત વ્યક્તિત્વ અને ૩. લલિતપ્રેરક શાબ્દિક અભિવ્યક્તિ. બીજા શબ્દોમાં આમ કહી શકાય કે જીવન અને જગતના પ્રખર અનુભવોની સંવેગસંવલિત શાબ્દિક અભિવ્યક્તિ સાહિત્ય છે.
અંગ્રેજીમાં ‘લિટરેચર' અને ઉર્દૂમાં ‘અદબ' શબ્દ સાહિત્યના અર્થને પ્રગટ કરે છે. અંગ્રેજીનો લિટરેચર તો Letter (અક્ષર)થી બન્યો છે. તદનુસાર સમસ્ત અક્ષરજ્ઞાનનો વિસ્તાર જ સાહિત્ય છે. પરંતુ તેના વ્યાપક અર્થને સંકુચિત કરતા બ્રિટેનિકા વિશ્વકોષમાં Literatureનો અર્થ ‘The best expression of the best thoughts reduced to writing' સ્વીકારી ઉત્કૃષ્ટ વિચારની ઉત્કૃષ્ટ લેખનમાં અભિવ્યક્તિને સાહિત્ય માનવામાં આવ્યું છે. ઉર્દૂમાં કોમળતા, કલા, શિષ્ટતા અને અદાને અધિક મહત્ત્વ મળ્યું છે, તેથી ‘અદબ' શબ્દનો સાહિત્ય માટે પ્રયોગ થયો છે.
કાવ્ય
સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં ઉપર્યુક્ત સાહિત્યનો પર્યાયવાચી શબ્દ કાવ્ય છે કારણ કે સુદીર્ઘ કાળ સુધી સાહિત્યસર્જન કવિતામાં જ થતું રહ્યું છે. આચાર્ય ભામહે (છઠ્ઠી શ.) ‘શાર્થી સહિત ાવ્યમ્' કહીને શબ્દ અને અર્થના સાહિત્ય(સંમિલન)ને કાવ્ય ગણ્યું છે અને પછી તેની પરિભાષા કરતાં પંડિતરાજ જગન્નાથે કહ્યું છે ‘મળીયાર્થપ્રતિપાવ: શબ્દ: ાવ્યમ્'. આ
—
૧. કાવ્યાલંકાર
૨. રસગંગાધર
જૈન કાવ્યસાહિત્ય
Jain Education International
---
For Private & Personal Use Only
www.jainelibrary.org